Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વોર્ડ નં.૨ માં સ્પોર્ટ પર્સન આરીફભાઈ તથા તોસિફ નેકી દ્વારા સ્વચ્છતા અંગે કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના વોર્ડ નં.૨ માં આજરોજ તા. ૦૬/૧૦/૨૦૨૧ સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત ખાટકીવાડ વિસ્તારમાં સ્પોર્ટ પર્સન આરિફ બુટલેલ રાઇફલ શૂટિંગમાં સ્ટેટ ચેમ્પિયન અને નેશનલ રાઇફલ શૂટર તોસિફ નેકી દ્વારા નાગરિકોને સ્વચ્છતાના જુદા જુદા સંદેશાઓ આપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કહેવામા આવે છે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા ભરૂચને સાફ અને ગંદકીથી મુક્ત કરવા માટે આજરોજ ખાટકીવાડ વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મુખ્ય મહેમાન સ્પોર્ટ પર્સન આરિફ બુટલેલ રાઇફલ શૂટિંગમાં સ્ટેટ ચેમ્પિયન અને નેશનલ રાઇફલ શૂટર તોસિફ નેકી દ્વારા લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને ગંદકી ન ફેલાવવા જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખાટકીવાડ વિસ્તાર સહિત આસપાસના રહીશો પણ હાજર રહ્યા હતા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદની શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજમાં કલ્ચર ફેસ્ટીવલ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ સબ જેલમાં મોબાઈલ મળતા ખળભળાટ, શૌચાલયના પોખરામાંથી કીપેડ ફોન મળ્યો

ProudOfGujarat

નવસારી જિલ્લાનાં ખેરગામમાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!