Proud of Gujarat
FeaturedGujaratINDIA

‘ફેસ્ટિવલ મોંઘવારી ઓફર’ : પેટ્રોલ-ડીઝલ બાદ સિંગતેલ-કપાસિયાના ભાવમાં વધારો કરાયો : LPGમાં પણ વધારો

Share

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં 84 પૈસા જેવો વધારો થયો છે. રાજયમાં દિવસેને દીવસે મોંઘવારી વધતી જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત તેનો માર સામાન્ય પ્રજાને ભોગવવો પડતો હોય છે. અસહ્ય માર વચ્ચે રાજકોટમાં ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે છેલ્લા 15 દિવસમાં 100 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલમાં ભાવ 29 પૈસા વધીને રૂ.100.04 પ્રતિ લિટર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં 84 પૈસા જેવો વધારો થયો છે. નવા ભાવના કારણે સીંગતેલનો ડબ્બો 2,590 રૂપિયા તો કપાસિયા તેલનો ડબ્બો 2,425 રૂપિયાએ પહોંચ્યો છે.

એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે. જેથી ભાવમાં વધારો થયો છે. દર તહેવારના આગળા દિવસે ભાજપ સરકાર જનતાને LPG સિલેન્ડરના ભાવ વધારાની ભેટ આપે છે. નવરાત્રીના આગળા દિવસે પણ LPG સિલેન્ડરના ભાવમાં ₹15 રૂપિયાના વધારાની ભેટ અપાઈ છે. આ પહેલા સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી ઉપર LPG સિલેન્ડરના ભાવમાં ₹25-₹25 નો વધારો કરાયો હતો. દિવાળી ઉપર હજી પણ ભાજપ સરકાર LPG સિલેન્ડરના ભાવમાં મોટો વધારો કરી શકે છે. વર્ષ 2021ના માત્ર 9 મહિનામાં LPG સિલેન્ડરના ભાવમાં ₹206નો અધધ વધારો જનતા ઉપર ઝીંકવામાં આવ્યો છે. વર્ષ 2014માં LPG સિલેન્ડરનો ભાવ ₹ 410 હતો, જે હવે ₹900 ની પાર થઈ ગયો છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે તહેવારો ઉજવવા દુસ્વાર થઈ ગયા છે.

Advertisement

સિંગતેલની સીઝનમાં જ સિંગતેલનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ ફરી 2550 થી 2590 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2425 રૂપિયાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે તો બીજી બાજુ બન્ને તેલમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાંથી માંગ વધવાને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં પામોલિન તેલની ભારે માંગ નીકળતા અન્ય ખાદ્ય તેલોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.


Share

Related posts

ડેડીયાપાડાના હેડ કોન્સ્ટેબલ ઇનેશ વસાવાને નર્મદા રત્ન એવોર્ડ 2021 થી સન્માનિત કરાયા.

ProudOfGujarat

ચોરીમાં ગયેલ પાંચ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવીઝન પોલીસ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!