Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર…

Share

ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના આંકડાને પાર કર્યો છે. પીએમ મોદીએ ભારતમાં 100 કરોડ રસીકરણનો આંકડો પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

તેમણે ટવીટ કરીને લખ્યું કે ભારતે ઈતિહાસ રચ્યો, અમે ભારતીય વૈજ્ઞાનિકોનો, સાહસ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાની જીત જોઈ રહ્યા છીએ. ભારતને 100 કરોડ રસીકરણ પાર કરવા બદલ અભિનંદન. અમારા ડોકટરો, નર્સો અને આ સિદ્ધિને સાકાર કરવા માટે કામ કરનારા દરેકનો આભાર. આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ બાદ અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. દેશે 280 દિવસમાં આટલી મોટી સફળતા મેળવી. કદાચ આ જ પરિણામે અનેક રાજ્યોમાં નવા કેસની સંખ્યા તો 100 કરતા પણ ઓછી થઈ ગઈ છે.

Advertisement

Share

Related posts

ગેરકાયદેસર રીતે ગૌવંશ ભરી લઇ જતા ટેમ્પાનો પીછો કરતા પોલીસકર્મીઓ પર હુમલો

ProudOfGujarat

ભરૂચ:આમોદ તાલુકાના નિવૃત કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

આમોદ તાલુકાના ઇખર સ્થિત હજરત ઇસા પીર રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!