Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભરૂચથી સુરતને જોડતા ટ્રેક પર વાહનોની લાંબી કતારને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો.

Share

ભરૂચ નેશનલ હાઇવે ટ્રાફિકજામની સ્થિતિને પગલે પ્રખ્યાત છે. પહેલાં બિસ્માર સરદાર બ્રિજને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું જે બાદ કરોડાના ખર્ચે નવો કેબલ બ્રિજ બનાવ્યા બાદ આંશિક રીતે ટ્રાફિકની સ્થિતિમાં સુધારો થયો હતો. હાલ ચોમાસાની સિઝનમાં ખાબકેલ ભારે વરસાદને પગલે હાઇવે બિસ્માર થતાં માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જવાથી ફરી ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે દિવાળી તહેવારને લઈ હાઇવે પર વાહનોનું ભારણ વધ્યું છે જેને પગલે હાલ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.

અંકલેશ્વર પાસે ભરૂચ-સુરત ટ્રેક પર આજરોજ ટ્રાફિકજામની પરિસ્થિતીનું નિર્માણ થયું હતું જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકોએ કલાકો સુધી ભારે ટ્રાફિકજામ ફસાઈ જવાને કારણે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : સાયલા તાલુકાના ધાધલપુર ગામે આમ આદમી પાર્ટીનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

અંક્લેશ્વર કોંગ્રસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ચક્કાજામ કરાયો…

ProudOfGujarat

ભરૂચ નજીક નબીપુર ઓવરબ્રિજ પાસે ટેન્કર પલટી જતાં અકસ્માત – એક વ્યક્તિનું મોત, એક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!