Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : ગડખોલ ગામમાં લગાવેલ બેનરો અજાણ્યા ઇસમોએ ફાડી નાંખતા ભાજપનાં કાર્યકરોમાં રોષની લાગણી ભભૂકી.

Share

સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત જેવી સ્થાનિક ચૂંટણીઓ યોજાનાર હોય તેવા સમયમાં અંકલેશ્વરના ગડખોલ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા દિવાળીના પર્વે શુભેચ્છા બેનરો લગાડવામાં આવ્યા હતા જે કોઈ ટીખળખોરો દ્વારા ફાડી નાંખવામાં આવ્યા છે. અંકલેશ્વર તાલુકામાં ભાજપ પક્ષના કાર્યકર્તાઓમાં તહેવારોને લઇ વિવિધ માર્ગો પર અને ગામના જાહેર રસ્તા ઉપર ભાજપની સહકાર પેનલના બેનરો લગાડવામાં આવ્યા હતા આ બેનરોને દિવાળી પર્વ પૂર્ણ થતાં જ કોઈ ટોળકી દ્વારા ફાડી નાંખવામાં આવતા ભાજપના કાર્યકરોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે.

અહીં નોંધનિય છે કે દિવાળી પર્વને અનુલક્ષીને ગડખોલમાં વિવિધ માર્ગો પર ભાજપની માસ્તર પેનલના બેનરો લગાડવામાં આવ્યા હતા. આગામી સમયમાં તાલુકા પંચાયતની અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર હોય આવા સમયમાં કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો લોકોની વચ્ચે રહેવા અને લોકપ્રિય બનવા માટે વિવિધ બેનરો મારફતે લોકસંપર્કમાં રહે છે તેમજ આ વર્ષે તો જાણે ચૂંટણીઓ પહેલા રીતસરની ભાજપના કાર્યકરોમાં રેસ લાગી હોય તેઓ માહોલ જામ્યો છે તેવામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ બેનરોને ફાડી નાંખવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

શબ્દોના મહારથી, પ્રખર વક્તા, ચિત્રકાર, કલાકાર, રાજકીય નિષ્ણાંત, સામાજિક કાર્યકર અને ભરૂચના વરિષ્ઠ પત્રકાર જગદીશ પરમારનું નિધન

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના સુરવાડી રેલ્વે ઓવરબ્રિજ પરથી પટકાતા યુવાનનું રહસ્યમય મોત..

ProudOfGujarat

હાંસોટ તાલુકાના શેરા ગામે એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી એક ફાયરબ્રિગેડ દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!