Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ભડકોદ્રા ગામ ખાતે બેકાબુ કાર ચાલકે કાબુ ગુમાવતા નજીકની દુકાનોમાં ઘુસી જતાં અફરાતફરી સર્જાઈ.

Share

અંકલેશ્વર ખાતે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી હતી જેમાં અંકલેશ્વરના ભડકોદ્રા ગામ પાસે આવેલ એક શોપિંગ સેન્ટરોની દુકાનોમાં અચાનક એક બેકાબુ ઇકો કાર આવીને ઘુસી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અચાનક બનેલ ઘટનાના પગલે એક સમયે લોકોના જીવ ટાળવે ચોટયા હતા, ઇકો કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું હાલ પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

અકસ્માતની ઘટના એક સમયે સ્થળ ઉપર લોકટોળા એકત્ર થયા હતા જે બાદ સમગ્ર મામલા અંગે પોલીસ વિભાગને જાણ કરતા પોલીસના કર્મીઓ પણ સ્થળ પર જવા રવાના થયા હતા અને ઉપસ્થિત ભીડને રવાના કરી દુકાનોમાં ઘુસેલ ઇકો કારને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને CSR એક્ટીવીટી ભાગરૂપે ડોનેશન સ્વરૂપે મળી ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા અપાઇ

ProudOfGujarat

નડિયાદના રહીશને લોનની લાલચ આપી રૂ. ૨૦.૯૯૯ પડાવ્યા

ProudOfGujarat

અંકલેશ્વર કારમાં વહન થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!