Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈક સવાર ઇજાગ્રસ્ત.

Share

અંકલેશ્વર પિરામણ ગામ વિસ્તાર પાસે આવેલ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇક સવારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પિરામણ ગામ વિસ્તાર પાસે આવેલ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર બે મોટર સાયકલ વચ્ચે સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઈક સવારોને માથાના ભાગે ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી આથી રાહદારીઓએ તાત્કાલિક સારવાર આપવા માટે 108 ને બોલાવી ઘવાયેલા બાઈક સવારને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનો અંકલેશ્વર શ્યામ નગર અને અંસાર માર્કેટનાં હોવાનું જાણવા મળ્યું હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ગોધરા શહેરના સિંદુરીમાતા મંદિર પાસે આવેલ છકડાવાસ વિસ્તાર પાસે વીજ થાંભલો જર્જરિત હાલતમાં.

ProudOfGujarat

ભરૂચ:માં રેવા ને રણ બનતી બચાવો અભિયાયનના ભાગરૂપે શુકલતીર્થના પવિત્રધામે જાગૃત નાગરિકોની બેઠક મળી હતી.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં કોલીવાડા એલ એન્ડ ટી કંપનીનાં પ્લાન્ટ સામે ગ્રામજનોનો કલેકટરમાં હોબાળો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!