Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગોનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

Share

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-9 માં આવેલ રાધે પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિકોને થઇ રહેલી હાલાકીના પગલે આખરે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી રૂપિયા 12 લાખના ખર્ચે આર.સી.સી.મંજૂર કરવામાં આવ્યો છે જે મુખ્ય માર્ગનું આજરોજ નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી ચેરમેન સંદીપ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સ્થાનિક નગર સેવક સુરેશ પટેલ, અન્ય નગર સેવકો, ભાજપના હોદ્દેદારો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વોર્ડ નંબર-9 માં આવેલ રાધે પાર્ક સોસાયટીમાં બિસ્માર બનેલ માર્ગને પગલે સ્થાનિકો અવરજવર માટે યાતનાઓ વેઠી રહ્યા હતા આ અંગે રહીશોએ પૂર્વ સહકાર મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ અંકલેશ્વર નગરપાલિકામાં રજૂઆત કરી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

તંત્ર એલર્ટ-અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા દહેજ બંદરે ૧ નંબરનું સિગ્નલ એલર્ટ અપાયું.

ProudOfGujarat

પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસર ભામૈયા ગામમાં તૂટેલા હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં જૂના વાહનોની લે-વેંચ કરતાં 63 લોકો સામે કાર્યવાહી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!