Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : કરજણ ડેમ સાઇટ ખાતે ભારતના 72 માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં “નૌકા અભિયાનનો પ્રારંભ કરાયો.

Share

ગુજરાત NCC ડિરેક્ટોરેટ દ્વારા નર્મદાના કરજણ ડેમ સાઇટ ખાતે ભારતના 72 માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આજે નૌકા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રથમ દિવસે 85 કેડેટ્સને માટે 210 કિમિની બોટિંગ યાત્રા શરૂ કરાઈ હતી.

જેમાં રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ અને રૂકમણી દેવી ગોહિલ તથા વડોદરા NCC ગૃપ હેડ-કવાર્ટરના બ્રિગેડીયર બી.એસ.રાવત તથા ૯-નેવલ યુનિટ, NCC નવસારીના લેફ. કમાન્ડર અમીત નૈનની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ (ઝંડી ફરકાવી) “નૌકા અભિયાન”નો શુભારંભ કરાયો હતો.

ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વ હેઠળ ગુજરાતના યુવાનોની તાલીમ અને પ્રેરણામાં મોખરે રહેલાં ગુજરાતના NCC ના આર્મી, નેવી અને એરફોર્સના કેડેટ્સને તાલીમબધ્ધ કરવાની સાથે તેમનામાં સાહસ-શોર્યની ભાવના કેળવાય તેવા હેતુથી અનેકવિધ સાહસિક પ્રવૃત્તિઓનું સમયાંતરે સુચારૂં આયોજન પણ કરવામાં આવે છે. અને તેના ભાગરૂપે તથા ભારતના ૭૨ માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં કમાન્ડીંગ ઓફીસ ૯-નેવલ યુનિટ, NCC-નવસારી ધ્વારા અને ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના દિશા નિર્દેશો હેઠળ તા.૧૮ મી થી તા.૨૭ મી નવેમ્બર,૨૦૨૧ દરમિયાન રાજપીપલા નજીક કરજણ ડેમ સાઇટ ખાતે નૌકા અભિયાન-૨૦૨૧ નો આજે ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાયો હતો.

રાજપીપલાના રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ અને રૂકમણીદેવી ગોહિલ તેમજ વડોદરા NCC ગૃપ હેડ-કવાર્ટરના બ્રિગેડીયર બી.એસ.રાવત તથા ૯-નેવલ યુનિટ, NCC નવસારીના લેફ. કમાન્ડર અમીત નૈન અને વડોદરા NCC ગૃપ હેડ-ક્વાર્ટરના ૩૦૦ જેટલા NCC કેડેટસની ઉપસ્થિતિમાં કરજણ ડેમ સાઇટ ખાતે “નૌકા અભિયાન-૨૦૨૧” માં ભાગ લઇ રહેલાં નેવલ વિંગના ૮૫ જેટલા NCC કેડેટ્સના આ અભિયાનને ફ્લેગ ઓફ કરી(ઝંડી ફરકાવીને) પ્રસ્થાન કરાવ્યું હતું.

જેમાં આ તાલીમ-અભિયાન દરમિયાન ભાગ લઇ રહેલાં NCC કેડેટ્સ ૨૧૦ કિ.મી. અંતર કાપશે. આ તાલીમમાં મહિલા કેડેસ્ટ પણ જોડાઈ હતી. આ નેવી સેઈલિંગની તાલીમકેડેટ્સ માટે ભવિષ્યમાં ઉપયોગી નીવડશે અને આ તાલીમથી છાત્રોને ઘણું શીખવા મળ્યું હોવાનું તાલીમ લઈ રહેલા છાત્રોએ જણાવ્યુ હતું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડિયા : પિતાની પુણ્યતિથીની પુત્ર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચનાં પ્રવિણભાઈ કાછડીયાનો નવતર પ્રયાસ : સાસણગીરનાં સ્થાનિકોનો વિકાસ થાય તે માટેની પહેલ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વરસાદ પડતા જ તમામ રસ્તાની હાલત બિસ્માર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!