Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસનાં કુલ 7 લોકોનાં પોઝિટીવ રિપોર્ટ આવતા તેઓને જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

Share

દુનિયાભરમાં હાહાકાર મચાવનારી કોરોના વાઇરસની બીમારી હવે ભારતમાં પણ કહેર મચાવવાનું શરૂ કર્યું છે. જેમાં હવે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસ વધવા અને મૃત્યુઆંક વધવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ભરૂચ જીલ્લામાં પણ 7 જેટલા લોકોનાં કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં ઇખર ગામમાં તામિલનાડુથી આવેલ જમાતનાં 11 લોકો પૈકી 4 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જયારે સાંજનાં વધુ એકનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેઓને જયાબેન મોદી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે જંબુસરમાં દેવલા ગામનાં બે લોકોનાં રિપોર્ટ પણ પોઝિટીવ આવતા તેમણે પણ વિશેષ બનાવેલી જયાબેન મોદી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ લોકોને વહીવટીતંત્ર તરફથી અપીલ કરી છે આ લોકોનાં સંપર્કમાં આવેલા લોકો સ્વેચ્છાએ પોતાની મેડિકલ તપાસ કરાવી લેવી.

Advertisement

Share

Related posts

વાગરાના ગામમાંથી સગીરા રહસ્યમય રીતે ગુમ, અપહરણની આશંકાએ દહેજ પોલીસમાં ફરિયાદ

ProudOfGujarat

NCC ગૃપ વડોદરા દ્વારા સરદાર પટેલ રાષ્ટ્રીય નર્મદા ટ્રેકીંગ કેમ્પનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

માંગરોળમાં સ્ટેટ વિજિલન્સ ટીમે રેડ પાડી જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!