લીંબડી બસ સ્ટેશનની અર્થ વ્યવસ્થા જાણે પાંગળી બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકો બેફામ રીતે જ્યાં બસ ઉભી રાખવા માટે સ્ટેન્ડ બનાવાયું છે ત્યાં લોકો પોતાના પ્રાઇવેટ વાહનો પાર્ક કરી રહ્યા છે.
લીંબડી બસ સ્ટેશન અવારનવાર મીડીયામાં અલગ અલગ બાબતોમા આવે છે ત્યારે આજે વધુ એક બાબત ધ્યાન પર આવી હતી. બસ સ્ટેશનના પ્લેટફોર્મ પર અસંખ્ય વાહનો પાર્ક કરવામાં આવેલ છે જે જગ્યાએ બસને થોભવાનું હોય છે ત્યા પ્રાઈવેટ વાહનો જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રાઈવેટ વાહનો પ્લેટફોર્મ પર પાર્કીગ કરતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
જ્યારે કોઈ પણ રૂટની બસ આવે ત્યારે આ પાર્કિંગ કરેલ વાહનોને કારણે મુસાફરોને બસમાં જવા માટે ભારે અડચણરૂપ આ વાહનો થતાં હોય છે ત્યારે ક્યાંકને ક્યાંક મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જો આવા વાહન પાર્કિંગ કરતા લોકો પર કવાયત હાથ ધરવામાં આવે તો આ પ્લેટફોર્મ પાર્કિંગમા ફેરવાઈ નહીં પણ આવું કોણ કરે એવી લીંબડી શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર