Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ચાર દિવસ બંધ રહેશે…!! જાણો ક્યારે.

Share

કોરોના મહામારી બાદ અનેકવાર યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શન માટે બંધ રાખવામા આવ્યુ છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં વધુ ચાર દિવસ માટે મંદિર દર્શન માટે બંધ રહેશે તેવી ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરાઈ છે. આગામી 13 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી મંદિર ભક્તો માટે દર્શન બંધ રાખવા મંદિર ટ્રસ્ટે નિર્ણય ક્રયો છે. મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન મંદિરના મહત્વના ભાગનું કામ કરવાનું હોવાથી મંદિર બંધ રહેશે.

પાવાગઢ મંદિર કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા લાંબા સમય સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ. જોકે ત્યારબાદ સરકારની ગાઇડલાઇન મુજબ હાલ પાવાગઢ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે જેથી મંદિર ડિસેમ્બર મહિનામાં 13 થી 17 ડિસેમ્બર સુધી બંધ રહેશે.

Advertisement

Share

Related posts

વર્ષાઋતુને ધ્યાનમાં લઈને ડિઝાસ્ટર શાખા દ્વારા સલામતી-બચાવના પગલાઓ અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ.

ProudOfGujarat

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ‘ભારત’ માં વૃદ્ધિને વેગ આપવા માટે “સ્વદેશ બેંકિંગ” રજૂ કર્યું

ProudOfGujarat

ગોધરાના અટલ ઉધાન અને વાલ્મિકી બગીચાને અડીને આવેલા જર્જરીત વોક-વે નું સમારકામ હાથ ધરવાની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!