ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં આવેલી બોસ્ટીક ઇન્ડિયા નામની કંપની દ્વારા ઝઘડિયા જીઆઈડીસીની આજુબાજુના ગામોમાં આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી, તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાતના વિકાસના કામો કરવામાં આવે છે. કંપની દ્વારા આજરોજ દધેડા ગ્રામ પંચાયતને સીએસઆર એક્ટિવિટી હેઠળની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. આરોગ્યલક્ષી તેમજ આપતકાલીન જરુરી સમયે લોકોની સેવા માટે એમ્બ્યુલન્સનો સદુપયોગ થઈ શકે તેવા આશય સાથે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. આ ઉપરાંત કંપની દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને બેસવા માટે તથા એમ્બ્યુલન્સ પાર્કિંગ માટે શેડ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત પીએસસી માટે સ્લાઇડિન્ગ ગેટ પણ સીએસઆર ગ્રાન્ટ હેઠળ બનાવાયો છે. આ પ્રસંગે બોસ્ટીક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઇન્ડસ્ટ્રીયલ ડાયરેક્ટર વિપુલભાઈ પટેલ, રાજેશભાઈ જાની એચ.એસ.સી હેડ, તુષારભાઈ રાણા આસિસ્ટન્ટ મેનેજર, ગામના સરપંચ તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ
ઝઘડિયા જીઆઇડીસીની કંપની એ દધેડા ગ્રામ પંચાયતને એમ્બ્યુલન્સ આપી.
Advertisement