Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

આમોદ પાસે કેમિકલ ભરેલ ટેન્કર મા આગ.. ચાલક નો આબાદ બચાવ..

Share

ભરૂચ જિલ્લાનાં આમોદ .જંબુસર જઇ રહેલ એક કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા નાશભાગ મચી ગઈ હતી.

આમોદ જંબુસર રોડ પરથી કેમિકલ ભરેલુ ટેન્કર પસાર થઇ રહ્યુ હતુ, તે દરમિયાન હોટેલ ડિસન્ટ પાસે અચાનક ટેન્કર નુ ટાયર ફાટતાં પલ્ટી ખાઈ ગયું હતું અને આગ લાગી હતી, સમયસુચકતા વાપરી ટેન્કરનો ચાલક સુરક્ષિત સ્થળ પર ખસી જતા જાનહાની ટળી હતી.

Advertisement

ટેન્કરમાં લાગેલી આગે જોત જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાનાં ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું હતું . જેના કારણે કોઈક મોટી દુર્ઘટના સર્જાય હોવાની દહેશત લોકોમાં ઉઠવા પામી હતી.

ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરોએ ઘટના સ્થળે દોડી આવીને ટેન્કરમાં લાગેલી આગ થોડા સમય મા આગપર કાબુ મેળવી લીધો હતો.

ટેન્કર આગ લાગતા રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો, અને આમોદ પોલીસ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેનાં પ્રયાસો કરી વાહન વ્યવહાર સામાન્ય કરવામા આવ્યો હતો.


Share

Related posts

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : 110 મામલતદારોની બદલીનો આપ્યો આદેશ.

ProudOfGujarat

નેત્રંગ : કરજણ-વાડી સુધીની પાઇપલાઇન યોજનાની કામગીરી ધીમી ગતિએ ચાલતા ખેડુતોમાં નિરાશા.

ProudOfGujarat

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ઝાઝારવા ગામે અમીરગઢ તાલુકા કોંગ્રેસનું સ્નેહ મિલન યોજાયું.

ProudOfGujarat
error: Content is protected !!