Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદથી બસ મારફતે 65 શ્રમિકોને ભરૂચ મોકલાયા.

Share

આમોદ નવા બસ સ્ટેન્ડ પરથી બે સરકારી બસો દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને ભરૂચ રેલ્વે સ્ટેશન માટે રવાના કરવામાં આવ્યા હતા. મામલતદાર જે.ડી પટેલનાં હસ્તે બસોનું સુચારું આયોજન કરી ભરૂચ સુધી 65 જેટલા પરપ્રાંતીય મજૂરોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ પરપ્રાંતીય શ્રમિકોને મધ્યપ્રદેશ શ્રમિક ટ્રેન મારફતે ભરૂચથી મોકલવામાં આવશે. મામલતદાર દ્વારા તમામ શ્રમિકો માટે ફૂડ પેકેટ તેમજ પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. લોકડાઉનને લઈને લાખો શ્રમિકો ભરૂચ જીલ્લામાં ફસાયા છે જેમને વતન મોકલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી શ્રમિકો પરિવાર અને વતન જવા માટે માંગ કરી રહ્યા હતા. આવા મજૂરોની નોંધણી કરી તેમણે વતન મોકલવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ:વનસ્પતિ જન્ય ગાંજાના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી…

ProudOfGujarat

ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા અંતર્ગત તાલુકાના કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ : નેશનલ હાઇવે નં.48 વડદલા પાટીયા પાસેથી વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!