Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદ પોલીસે આછોડ સ્મશાન પાસે ખુલ્લામાં રમાતો જુગાર ઝડપી પાડયો.

Share

આમોદ પોલીસે મળતી બાતમીનાં આધારે આછોડ સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમાં રોકડા નાણાં અને એક રિક્ષા, બે મોટરસાયકલ મળી કુલ 1,75,000 કરતાં વધુની મત્તા જપ્ત કરી હતી. આ અંગેની વિગત જોતાં ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર આમોદ પોલીસનાં પી.એસ.આઇ. કે.એચ. સુથારે બાતમીનાં આધારે આછોદ સ્મશાન નજીક ખુલ્લી જગ્યામાં પત્તા-પાનાનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ જુગારીઓમાં 1) ઐયુબ અબ્દુલ કડુજી વોરા પટેલ 2) અબ્દુલ રહેમાન મહમદ શેખ 3) જુબેર અબ્દુલ્લા જેકા વોરા પટેલ 4) મુનીર મુસા એહમદ મોજીયા 5) ગુલામ હસન મુસા 6) અહમદ હુશેન અલી મકુ 7) હુજેફ ઇબ્રાહિમ શાકરિયા નાઓને ઝડપી પાડયા હતા. જુગારની અંગ ઝડતીનાં તેમજ દાવ પરના રોકડા રૂ.13,510, મોબાઈલ ફોન નંગ 7, 1 રિક્ષા અને 2 મોટરસાયકલ મળી કુલ 1,75,010 ની મત્તા જપ્ત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં જોલી ગામનાં તળાવ નજીક બે કારમાં વિદેશી દારૂ સાથે 4 બુટલેગરને LCB પોલીસે ઝડપી લઈને કુલ રૂ.8,55,000 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

ProudOfGujarat

નડિયાદ : ઠાસરામાં મોટરસાયકલના ટાયર નીચે પથ્થર આવી જતાં અકસ્માત, એકનું મોત

ProudOfGujarat

શ્રીમતી સાન્યા મલ્હોત્રાની સફળતા પછી, તેણી એક એક્શન-કોમેડી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!