Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરામાં મોટરસાયકલના ટાયર નીચે પથ્થર આવી જતાં અકસ્માત, એકનું મોત

Share

ઠાસરાના અંબાવ પાસે આખ્યાન સાંભળવા મોટરસાયકલ પર જતાં આ બંન્ને યુવાનોને અકસ્માત થતાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે એકને ઈજા
પહોંચી છે. મોટરસાયકલના ટાયર નીચે પથ્થર આવતાં મોટરસાયકલ પર સવાર બંન્ને મિત્રો ફંગોળાયા હતા. ઠાસરા ગોપાલ ફળિયામાં રહેતા ૩૪ વર્ષીય વિનોદભાઈ કાંતિભાઈ પરમાર પોતાના મિત્ર રામસિંગ બાલસિગ વસાવા સાથે નજીક આવેલા અંબાવ ગામે આખ્યાન સાંભળવા રાત્રે પોતાના ઘરેથી મોટરસાયકલ પર નીકળ્યા હતા. મોટરસાયકલ રામસિંગ વસાવા ચલાવી રહ્યા હતા. બંને મિત્રો મોટરસાયકલ પર અંબાવ ગામથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર પથ્થર મોટરસાયકલના ટાયર નીચે આવી જતાં બંને મિત્રો રોડ ઉપર પટકાતા બંનેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. અને ૧૦૮ બોલાવી હતી બંને મિત્રોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાં ગંભીર રીતે ઘવાયેલા રામસિંગ વસાવાને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

જાહેરમાં જુગાર રમતાં 4 ઝડપાયાં

ProudOfGujarat

हॉकी लीजेंड संदीप सिंह ने दिलजीत दोसांझ के साथ 12 साल बाद किया ट्रैन में सफ़र ! भयानक हादसे के बाद संदीप सिंह का पहला सफर|

ProudOfGujarat

ગુજરાતમાં દારૂ સપ્લાય કરનારા ૧૫ વાઇનશોપ સંચાલકની ધરપકડ ,જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શનથી વલસાડ LCB નું ત્રણ મહિનાથી ચાલતું બારો પર સ્વચ્છતા અભિયાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!