Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ જીલ્લાના માંડલ ઘટકની ૯૭ આંગણવાડીમા નવદુર્ગા પૂજન કાર્યક્રમ યોજાયો.

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

નવદુર્ગા પૂજન બાદ બાળાઓને ગીફ્ટ આપી સુખડી વિતરણ કરવામાં આવ્યું.અમદાવાદ જીલ્લાના માંડલ ઘટક માં માંડલ ની ૧ થી ૯૭ આંગણવાડી માં નવદુર્ગા પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. માંડલ માં ઉપસ્થિત શક્તિ શરાફી સહકારી મંડળી દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ચેરમેન મનુભાઈ , M.D રાજુભાઈ શાહ , મહેશભાઈ ચાવડા , નીરૂબેન ચાવડા , સી.ડી.પી.ઓ. મીતા જાની , મુખ્ય સેવિકા આયેશાબેન ઉપસ્થિત રહ્યા અને બાળાઓ ને ગીફ્ટ આપી સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેશભાઈ ચાવડા એ ઉદબોધન કરી સરકારના નવતર અભિગમ પાછળ નો હેતુ કુપોષણ દુર અને બાળકીઓ માં પોષણ વધારવું તેમજ દીકરો દીકરી એક સમાન છે જે બાબતે માર્ગદર્શન પૂરું પાડેલ હતુ. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યા માં બાળાઓ સાથે આંગણવાડી વર્કર બહેનો પણ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ : ઓનલાઇન મિત્રતા કેળવી યુવતીએ બિલ્ડર પાસે વેપારના નામે 62 લાખ પડાવ્યા, 5 પૈકી એકની ધરપકડ, કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ProudOfGujarat

ભરૂચ મનરેગા કૌભાંડ: હિરા જોટવાના જામીન રદ કરતો સેસન્સ જજનો હૂકમ

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીને લીધે હીરા બજારના વેપારમાં સતત ઘટાડો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!