Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે AMC એ 8 કરોડના ખર્ચે 50 થી વધુ કુંડ બનાવ્યા.

Share

ગઈકાલે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ ભગવાનની પૂજા કરશે. ત્યારબાદ ભગવાનની મૂર્તિને વિસર્જન માટે નદીમાં પધરાવામાં આવશે. વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 8 કરોડના ખર્ચે કુંડ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં સૌથી વધુ કુંડ બનાવવામાં આવ્યા છે.

સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં રૂ. 1.80 કરોડના ખર્ચથી 15 વિસર્જન કુંડ બનાવવામાં આવશે, જયારે મધ્યઝોનમાં 12, ઉત્તર ઝોનમાં 15, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં 03 વિસર્જન કુંડ બનાવવા માટે સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.

Advertisement

7 ઝોનમાં 50 થી વધુ વિસર્જન કુંડ સહિત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. વિસર્જન કુંડને યોગ્ય રીતે કોર્ડન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત AMC નો સ્ટાફ, પોલીસ જવાનો અને ફાયર વિભાગના જવાનો પણ વિસર્જન કુંડ ખાતે હાજર રહેશે. વિઘ્નહર્તાનો ઉત્સવ કોઈપણ વિઘ્ન વિના સંપન્ન થાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે. ભક્તોને પણ ગાઈડલાઈનનું પાલન કરવા AMC એ અપીલ કરી છે.

પૂર્વ વિસ્તારમાં આ જગ્યાએ કુંડ બનાવાયા

રિવરફ્રન્ટમાં દધીચી બ્રીજ પાસે, પીકનીક હાઉસ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં, માસ્ટર કોલોની પાસે, દશામા મંદીર પાસે ડાબી બાજુના ભાગમાં, એરપોર્ટ રોડ પર આવેલ દશામા મંદીર પાસે, દશા મંદીર પાસે જમણી બાજુના ભાગમા, મણિનગર દેડકી ગાર્ડન પાસે ખુલ્લા પ્લોટમાં, બેહરામપુરા બાબાલવલવી મસ્જિદ પાસે, લાંભા મુખીની વાડી પાસે, વટવા આકૃતિ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સામે, ખોખરા આવકાર હોલ પાસે પ્લોટમાં, બાપુનગર લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ, સરદારનગર ઇન્દિરાબ્રિજ છઠ્ઠ ઘાટ નીચે, સરદારનગર ભદ્રેશર સ્મશાન પાસે, સરદારનગર રણમૂકતેશ્વર મહાદેવ પાસે, સૈજપુર તળાવ, એલીસબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં, સરદારબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં, સરદારબ્રીજ પાસે જમણી બાજુના ભાગમાં રિવરફ્રન્ટ પર, રાયખડ નદીના તટ પર

પશ્ચિમ વિસ્તારમાં આ જગ્યાએ કુંડ બનાવાયા

પંડીત દીનદયાલ હોલના ખાચામાં, રાજપથ કલબ રોડ, પ્રેરણા વિધાલય નજીક, ક્રિષ્ના પરોઠાથી સિંધુભવન રોડ, આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, ગોતા ઈ.ડબ્લ્યુ એસ. કવાર્ટસની બાજુમાં, એપોલો સ્કુલની બાજુમાં, વંદેમાતરમ શાક માર્કેટની સામે, શગુન કાસા ફલેટ પાસે, રત્નાકર-૪ ની પાછળ, રીવેરા આર્કેડની પાછળ, સાબરમતી અચેર સ્મશાન ગૃહ પાસે, મોટેરા ઔડા ગાર્ડનની સામે (ઔડા તળાવની સામે) તળાવની પાસે, રાણીપ કાળીગામ તળાવની પાસે, આહવાડીયા તળાવની પાસે, ચાંદખેડાટી.પી 44 પ્લોટ નં. 248 અને 249 પાસે, વડુ તળાવ પાસે, આમ્રકુંજ બંગ્લો પાસે, નારણપુરા વલ્લભ ચાર રસ્તા, સંસ્કાર ભારતી સોસાયટી સામે, પાલડી એન.આઈ.ડી.ની પાછળ, એન.આઈ.ડી. પાછળ (ઝીપ લાઈન પાસે) રિવરફ્રન્ટ, નવરંગપુરા વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ, સાહિત્ય પરિષદ પાસે, રિવરફ્રન્ટ.


Share

Related posts

ચૂંટણી, NRI સિઝન, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના કારણે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અધધ એરક્રાફ્ટ…

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસી ની મહત્વની ભૂમિકા : છોટુભાઈ વસાવા.

ProudOfGujarat

ભરૂચ : તંત્રની બેદરકારી : નારાયણ નગર 5 માં ઉભરાયેલ ગટરોનો યોગ્ય નિકાલ ન થતા ગંદકીનું સામ્રાજ્ય : લોકો રોષે ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!