Proud of Gujarat
GujaratFeaturedINDIA

વધુ એક ક્રાંતિનું સાક્ષી બનશે ગુજરાત, એર ટેક્સી સેવા માટે અમદાવાદમાં બનશે દેશનું પહેલું વર્ટી પોર્ટ.

Share

ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે અનેક ક્રાંતિના સાક્ષી બનેલા ગુજરાતમાં વધુ એક ક્રાંતિ થવા જઈ રહી છે. આ ક્રાંતિ ઉડ્ડયન ક્ષેત્રમાં થશે. વાત એમ છે કે રાજ્યમાં એર ટેક્સી સેવા શરૂ કરવા માટે, ગુજરાત સરકાર અમદાવાદના હાંસોલમાં વર્ટી પોર્ટ બનાવવા જઈ રહી છે. આ દેશનું પ્રથમ વર્ટી પોર્ટ હશે. વર્ટી પોર્ટનો અર્થ છે કે જ્યાંથી વર્ટિકલ લેન્ડિંગ અને ટેકઓફ થઈ શકે. અહીં ડ્રોન અને નાના હેલિકોપ્ટર તેમની જગ્યાએથી જ ઉડશે. એર ટેક્સી તમને ભીડવાળા રસ્તા પર ફસાઈ જવાને બદલે થોડીવારમાં જ તમારા ડેસ્ટિનેશન પર પહોંચાડી દેશે. મેડિકલ ઇમર્જન્સીમાં માનવ અંગો અથવા અન્ય તબીબી સાધનો પણ ટૂંકા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાશે.

આ વર્ટી પોર્ટ પર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ત્યાં ચાર્જિંગ બે હશે, જેથી ત્યાં ઊભેલા ડ્રોનને ચાર્જ કરી શકાશે. ડ્રોન માટે હેંગર હશે અને તેમાં સામાન લોડિંગ અને અનલોડ કરવાની આધુનિક સુવિધાઓ પણ હશે. ડ્રોનના લેન્ડિંગ માટે શહેરમાં ઘણી જગ્યાએ વર્ટી સ્પોટ બનાવવામાં આવશે. આ સ્પોટ ઇમારતોની છત પર અને ખુલ્લી જગ્યાઓ સહિત એરપોર્ટ પર હશે.

Advertisement

વર્ટી પોર્ટની ડિઝાઇન અને ઓપરેશન પ્લાન ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. GUJSAILના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું કે વર્ટી પોર્ટ એવિએશનનું ભવિષ્ય છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અમદાવાદમાં દેશનું પ્રથમ વર્ટી પોર્ટ બનાવવાની યોજના તૈયાર કરી છે. આ માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરવામાં આવી છે. વર્ટી પોર્ટ પર કામ શરૂ થઈ ગયું છે, પરંતુ તેને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં થોડા વર્ષો લાગશે.

વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રિક વર્ટી પોર્ટ યુકેમાં અર્બન-એર પોર્ટ નામની કંપનીએ શરૂ કર્યું છે. તે ભવિષ્યમાં યુકેના લોકોની ઓટોમેટેડ ડ્રોન અને એર ટેક્સી જેવી જરૂરિયાતોને પૂર્ણ કરશે. યુકેમાં જે જગ્યાએ આ વર્ટી પોર્ટ બનાવવામાં આવ્યું છે ત્યાંથી દેશના કોઈપણ ભાગમાં વધુમાં વધુ 4 કલાકમાં પહોંચી શકાય છે. અર્બન-એર પોર્ટ 2024થી ફ્લાઈંગ ટેક્સીની સુવિધા શરૂ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. કંપની આગામી પાંચ વર્ષમાં વિશ્વભરમાં આવા 200 વર્ટી પોર્ટ બનાવવાની યોજના ધરાવે છે.

ચેન્નઈ સ્થિત વિનાતા એરોમોબિલિટીના સ્થાપક અને સીઈઓ યોગેશ રામનાથન અય્યરના જણાવ્યા અનુસાર, વર્ટી પોર્ટને આગામી કેટલાક વર્ષોમાં એવિએશન સેક્ટરમાં મોટી ક્રાંતિ તરીકે જોવામાં આવશે. અમેરિકામાં કેટલાક વર્ટી પોર્ટ વિકસાવવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પણ આના પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આનો ઉપયોગ ખાસ કરીને શહેરોમાં એર ટેક્સીઓ માટે કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતમાં પણ વર્ટી પોર્ટ વિકસિત કરવા માટે સરકાર અને ખાનગી ક્ષેત્રએ ઝડપથી કામ કરવાની જરૂર છે.


Share

Related posts

ભરૂચ નગરનાં આલી હરિજનવાસ વિસ્તારમાંથી વલી મટકાનો જુગાર રમાડતી મહિલા ઝડપાય…

ProudOfGujarat

રાજપારડીનાં મુસ્લિમ સુફી અગ્રણીનું ૯૨ વર્ષની વયે નિધન.

ProudOfGujarat

લીંબડી કૃષ્ણનગર સોસાયટી ખાતે ડીવાયએસપીએ દલિતોની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!