Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના વેક્સિન કેન્દ્રો પર સ્ટોક ખાલી, 24 કલાકમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા

Share

રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં અંદાજે 77 ટકા લોકોએ વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) પાસે કોરોના વેક્સિનનો સ્ટોક ખાલી થઈ ગયો હોવાની માહિતી મળી છે. આ કારણે વેક્સિન કેન્દ્ર ખાતે રસી લેવા આવતા લોકોને વેક્સિન લીધા વગર જ પરત જવાની ફરજ પડી રહી છે. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોના નવા બે કેસ નોંધાયા છે, જ્યારે આ પહેલા રાજ્યમાં એક માત્ર અમદાવાદમાં કોરોના મહામારીના 5 કેસ નોંધાયા હતા. એક તરફ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવા જ્યારે બીજી તરફ વેક્સિનનો સ્ટોક ખાલી થઈ જતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં છેલ્લા 12 દિવસથી વેક્સિન ખૂટી પડી છે. ત્યારે મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા સરકાર પાસે રસીની માગ કરાઈ છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના વેક્સિનનો સ્ટોક ખાલી થયો છે તે અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, પણ તેમની પાસે જ વેક્સિનનો સ્ટોક હાલ નથી એવી માહિતી છે. વિભાગ દ્વારા એક લાખ વેક્સિનના ડોઝની માંગ કરવામાં આવી છે. જ્યારે બે દિવસ અગાઉ ઉચ્ચ અધિકારીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આથી તેમના તરફથી સોમવાર સુધીમાં વેક્સિનનો સ્ટોક આવી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 80 જેટલા વેક્સિન કેન્દ્ર છે. વેક્સિનનો સ્ટોક ખાલી થઈ જતા નાગરિકોને વેક્સિન કેન્દ્ર પરથી રસી લીધા વગર જ જવું પડે અને ધક્કો ખાવો પડે છે તેવી લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે.


Share

Related posts

ભરૂચ : વાગરા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તંત્રને હરહંમેશ મદદ રૂપ થતા વ્યક્તિઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

નેત્રંગની બિલોઠી બેઠકની ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ પેટા ચૂંટણીને લઈ જાહેરનામાં: પ્રિન્ટિંગ પ્રેસ અને પ્રચાર વાહનો માટે કડક નિયમો :ચૂંટણીલક્ષી ચોપાનિયા-પોસ્ટર પર મુદ્રક અને પ્રકાશકનું નામ-સરનામું ફરજિયાત; પ્રચાર વાહન પર અસલ પરમિટ લગાવવી પડશે

ProudOfGujarat

સુરત : ડિંડોલીમાં શોપિંગની ત્રણ જેટલી દુકાનોનાં શટરના તાળા તોડનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!