Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આઈસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત

Share

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આઈસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

આણંદના વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે વધુ એક અકસ્માતની ઘટના બની હતી. આ એક્સ્પ્રેસ હાઈવે પર લોંખડ ભરેલી આઈસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘુસી જતા ગંભીર અકસ્માતની દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઈવે પર 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો છે. અકસ્માતની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ ગઈ છે. એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી દ્વારા આઇસર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા માટે સહાય મેળવવા હેતુ અરજી કરવી.

ProudOfGujarat

રાજકોટમાં ૧૦ એકરમાં બનેલી સાયન્સ સીટીમાં અલગ અલગ છ થીમ આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

લોકસભામાં અમુક સંખ્યામાં સાંસદો સમલૈંગિક હોવા જોઈએ.જે પાર્ટી સમલૈંગિકોને સપોર્ટ કરશે એ પાર્ટીને અમે સપોર્ટ કરીશું:યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!