Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદમાં કોરોનામાં માતા-પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓની ફી નહીં લેવાનો શાળા સંચાલકોનો નિર્ણય લેવાયો…

Share

કોરોનાકાળમાં માતા કે પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલકો તરફથી બે વર્ષની શાળાની ફિ માફીની જાહેરાત કરવામાં આવી છે. જે બાબતે મંડળ તરફથી શાળાઓને જાણ કરવામાં આવશે. ચાલુ વર્ષે શાળાઓમાં ફિ નો મુદ્દો વધુ વેગ પકડે તે પહેલા જ અમદાવાદના ખાનગી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. ભૂતકાળમાં થયેલ અનુભવોના આધારે શાળા સંચાલક મંડળ જે વિદ્યાર્થીના માતા-પિતાને કોરોના થયો છે, તે મહિનાની ફી માંથી પણ માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

હાલ સંચાલક મંડળ તરફથી શહેરની ખાનગી શાળામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરાઇ રહી છે. વિદ્યાર્થીએ શાળામાં તેના માતા-પિતાના મૃત્યુનું ડેથ સર્ટિફિકેટ શાળામાં આધાર પુરાવા તરીકે દર્શાવશે તો તેને આ લાભ આપવામાં આવશે. આ બાબતે શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશ પટેલનું કહેવું છે કે બાળકોએ શાળા પરિવારના સભ્ય છે, જેના માટે લાગણી છે. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ અભિયાન “સંગાથ’ શરૂ કરવા જઇ રહ્યુ છે.

Advertisement

જેમાં તેમની શાળામાં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કે જેમને કોરોનાકાળમાં પોતાના માતા અથવા પિતા ગુમાવ્યા છે, તેમની બે વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2021 ની ફિ માફ કરવાનો નિર્ણય લીધો છે. સાથે-સાથે આ પ્રકારના કિસ્સા ધરાવતા જે વિદ્યાર્થીએ ગત વર્ષ એટલે કે વર્ષ 2019-20 ની ફિ ભરી હશે, તે પણ પરત કરવામાં આવશે. આગામી સમયમાં રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી રાજ્યભરમાં આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.


Share

Related posts

અંકલેશ્વર: નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રેઇન વોટર હર્વેસ્ટીંગ સેમીનાર યોજાયો હતો.

ProudOfGujarat

ઉતમ સેવા : પિતાની પુણ્યતિથિ નિમિત્તે કોરોનાગ્રસ્તોને ૮૦૦ ફુડ પેકેટ વિતરણ કરાયું.

ProudOfGujarat

૧૨ મી જુલાઈએ ભગવાન જગન્નાથજીનગરચર્યાએ નીકળશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!