Proud of Gujarat
FeaturedGujaratINDIA

બીબીબીપીની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ભારત સરકાર દ્વારા અમદાવાદ જીલ્લા ટીમને સન્માનિત કરાઇ

Share

   અમદાવાદ જીલ્લાએ બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત શ્રેષ્ઠ અવેરનેશ જનરેશન અને આઉટ રીચ એક્ટીવીટીઝ બદલ ભારત સરકારનું સન્માન મેળવ્યુ
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે બીબીબીપી અમદાવાદ ટીમનું સન્માન કરવામાં આવ્યુ.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દિલ્હી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ (બીબીબીપી) કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા જીલ્લા અને રાજ્યને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદ જીલ્લા ટીમને બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી કરવા માટે પ્રશસ્તિ પત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવી હતી. બીબીબીપીના ચેરમેન વિક્રાંત પાંડે (કલેક્ટર અમદાવાદ) અને બીબીબીપી નોડલ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ (અમદાવાદ જીલ્લા મેલેરીયા અધિકારી)ના નેતૃત્વમાં અમદાવાદ જીલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત શ્રેષ્ઠ અવેરનેશ જનરેશન અને આઉટ રીચ એક્ટીવીટીઝ બદલ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. બીબીબીપી અમદાવાદની ટીમને સરકારી અધિકારીઓ કર્મચારીઓ તથા શુભેચ્છકો દ્વારા સોશિયલ મિડીયા અને રૂબરૂ મળીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
        અમદાવાદના બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનના નોડલ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, અમદાવાદ જીલ્લા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીના નેતૃત્વમાં નોડલ ઓફીસર તથા ટીમ દ્વારા અમદાવાદ જીલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત શ્રેષ્ઠ અવેરનેશ જનરેશન અને આઉટ રીચ એક્ટીવીટીઝ બદલ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ જિલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત વર્ષભર જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા અને સંમેલન તથા સેન્સેટાઇઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગ્રામ સભાઓ અને ગુડ્ડા ગુડ્ડી ડીસ્પ્લે બોર્ડ ઉપરાંત ૩૮૫ ગામમાં શેરી નાટક દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી. અમદાવાદ જીલ્લાના ૪૬૩ ગામમાં કન્યા કેળવણી માટે રેલીઓ કાઢવામાં આવી અને વિવિધ સંસ્થાઓ, સરકારી વિભાગોને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં દિકરીઓનું મહત્વ સમજાવીને માતા પિતાને દિકરીને ભણાવીને સશક્ત બનાવવા માટે પ્રેરીત કરવામાં આવ્યા અને શહેરી વિસ્તારમાં ૪૮ બીઆરટીએસ સ્ટોપ પર ૪૦૦ બોર્ડ, ૬૦૦થી વધુ બેનર્સની બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યુ હતુ. 

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ગુરુકુલના શાસ્ત્રી જયસ્વરૂપદાસે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા અપીલ કરી

ProudOfGujarat

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં આવેલ આદર્શ શોપિંગ પાસે થી એક યુવાન નો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો….

ProudOfGujarat

ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે શામસિંગભાઈ પોહનાભાઇ વસાવાની બિન હરીફ વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!