Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલી અને સાવરકૂંડલામાં સિંહણ અને દીપડાએ બે બાળકોનો શિકાર કર્યો

Share

અમરેલી જિલ્લામાં દિપડા અને સિંહને લઈને ખૌફનો માહોલ સર્જાયો છે. જંગલી જાનવરોએ બે બાળકોનો શિકાર કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. એક પરિવાર હાઈવે પાસે સુઈ રહ્યો હતો. વહેલી સવારે શિકારની શોધમાં આવેલી સિંહણે અચાનક પરિવારના પાંચ મહિનાના બાળક પર તરાપ મારી હતી અને માસૂમને જંગલ તરફ ખેંચીને લઈ ગઈ હતી. બીજી ઘટનામાં સાવરકુંડલામાં આંગણામાં રમતાં ત્રણ વર્ષના બાળકને દિપડો મોંઢામાં દબોચીને લઈ ગયો હતો. આ ઘટનાઓ બાદ વનવિભાગની ટીમ સક્રિય થઈ ગઈ હતી અને દીપડાને પાંજરે પુર્યો હતો પણ સિંહણની શોધખોળ ચાલુ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના લીલીયા રેન્જમાં આવેલા ખારા ગુંદરણ સ્ટેટ હાઈવે નજીક એક પરિવાર સુઈ રહ્યો હતો અને વહેલી સવારે એક સિંહણ શિકારની શોધમાં આવી હતી. સિંહણે એક બકરીનો શિકાર કર્યો હતો. બકરીઓના અવાજથી આસપાસના લોકો સજાગ થઈ ગયા હતાં અને સિંહણ બકરીનું મારણ છોડીને એક પાંચ મહિનાના બાળક પર તરાપ મારીને જંગલ તરફના રસ્તે લઈને ભાગી ગઈ હતી. આ ઘટનામાં વનવિભાગને બાળકના શરીરના અવશેષો મળ્યાં હતાં. હાલમાં મૃતક બાળકના પરિવારના નિવેદન લેવાની કામગીરી શરૂ કરાઈ છે. તે ઉપરાંત મૃતકને વળતર ચૂકવવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.

Advertisement

બીજી તરફ સાવરકૂંડલાના કરજાળા ગામની નજીકમાં પરિવાર હાજર હતો અને ત્રણ વર્ષનો બાળક રમી રહ્યો હતો. ત્યારે એક દીપડો અચાનક આવ્યો અને બાળકને મોંઢામાં દબાવીને ભાગી ગયો હતો. લોકોએ બાળકને છોડાવવા માટે દોડધામ કરી નાંખી હતી પણ દીપડાએ બાળકને મોતના મુખમાં ધકેલી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગે પાંજરા મુકીને દીપડાને પાંજરે પૂર્યો હતો. દીપડાએ કરેલા હુમલામાં ભુપતનું મોત થતા પરિવારમાં શોક છવાયો છે. વનવિભાગે સિંહણને પાંજરે પુરવા માટે હાલમાં અલગ અલગ 10 ટીમો બનાવી છે ઝડપથી પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજી ફગાવી

ProudOfGujarat

જંબુસર પોલીસે કાવા ગામ નવી નગરી ખાતેથી જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

અંકલેશ્વર-અજાણ્યા ટેમ્પાએ બાઇકને ટક્કર મારતા ૧નું મોત બે ઘાયલ.અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પા સાથે ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!