Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલીમાં ટ્રેન એ ટ્રેક પરથી પસાર થઈ રહેલા ચાર સિંહોને ટક્કર મારી, એક સિંહનું મોત

Share

અમરેલીમાં ટ્રેનની અડફેટે આવી જવાથી સિંહના મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજુલા-પીપાવાવ વિસ્તારમાં ગત રાતે એક સિંહ પરિવાર ફેન્સિંગ હોવા છતાં રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક માલગાડી આવી જતા બે સિંહ અડફેટે આવી ગયા હતા. જેમાંથી એકનું મોત થયું હતું. જ્યારે એક સિંહને ઈજા પહોંચી હતી. તેને જૂનાગઢ ઝૂ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ટ્રેનના ચાલકે ઈમર્જન્સી બ્રેક તો મારી હતી છતાં પણ એક સિંહને બચાવી શકાયો ન હતો.

આ ઘટના બાદ વન વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે. અકસ્માતનો બનાવ કેવી રીતે બન્યો? સિંહો કયા વિસ્તારમાંથી રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા, તેને લઈ અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. રાજુલા રેન્જ RFO એ મીડિયાને જણાવ્યું હતું કે, 2 સિંહને રેલવે સેવકોએ બચાવી લીધા હતા. ઈમર્જન્સી બ્રેક મારવામાં આવતા 2 નો બચાવ થયો હતો. પરંતુ એકનું મોત થયું છે અને એક સિંહ ઇજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ અમારી ટીમ તપાસ કરી રહી છે.

Advertisement

અત્યારસુધીમાં પીપાવાવની માલગાડીની અડફેટે આવી ચડતા 25 જેટલા સિંહોનાં મોત થયાં છે. અગાઉ રેલવે ટ્રેક પર ફેન્સિંગ પણ કરવામાં આવ્યું હતું. જોકે, તાઉ-તે વાવાઝોડા બાદ આ ફેન્સિંગનું સમારકામ કરવામાં આવ્યું નથી. જે બાબતે સરકારનું પણ ઘણી વખત ધ્યાન દોરવામાં આવ્યું છે. ત્યારે સરકાર આ બાબતે તાત્કાલિક સમારકામ હાથ ધરે તો બીજા સિંહોનાં મોત થતાં અટકી શકે છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે તાકીદે ફેન્સિંગનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે.


Share

Related posts

વડોદરા ખાતે બંધ મકાનમાં જુગાર રમતા ૮ આરોપીઓ ઝડપાયા,રોકડા રૂપિયા ૧,૧૦,૭૫૦ તેમજ ત્રણ વાહન અને મોબાઈલ નંગ-૧૧ મળી કુલ રૂપિયા ૩,૫૯,૭૫૦ ની મત્તા જપ્ત. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને મળેલ સફળતા…

ProudOfGujarat

વડોદરા ફતેગંજમાં આવેલી હિલ મેમોરિયલ સ્કૂલની નજીક ખાનગી ટ્રસ્ટની દિવાલ ધરાશાયી.

ProudOfGujarat

માંગરોળ : આદિવાસી સમાજનાં રીતિ રિવાજો ધ્યાનમાં લઇ માંગરોળનું બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!