Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલીમાં આજે પણ સચવાયા છે મહાત્મા ગાંધીનાં અસ્થિ..જાણો વધુ

Share

 
અમરેલી: અમરેલીમાં આવેલા બાલ ભવન ખાતે ગાંધીજીની અસ્થિઓ આજે પણ સચવાયાછે. પ્રથમ ધારાસભ્ય હરીપ્રસાદ ભટ્ટ દ્વારા 1955માં અમરેલીના ગીરધરભાઈ સંગ્રાહલયને ગાંધીજીની અસ્થિઓ અપાયા હતાં.

આઝાદી પછીના અમરેલીના પ્રથમ ધારાસભ્ય હરીપ્રસાદ ભટ્ટનું ધારાસભ્ય પદના શપથ ગ્રહણ વખતે હાર્ટઅટેકના કારણે મૃત્યું થયું હતું. ત્યાર પછી અમરેલીની જનતાએ હરીપ્રસાદની પત્ની સુમીત્રાબેન ભટ્ટને ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા.

Advertisement

તેમણે 1955માં અમરેલીની ગીરધરભાઈ સંગ્રાહલયને આપ્યા હતા.આ અસ્થિઓ 65 વર્ષથી અમરેલીના ગીરધરભાઈ સંગ્રાહલય કે જે હાલમાં બાલભવનના નામથી ઓળખાય છે તેમાં છે. અમરેલીમાં ગાંધીજી બે વખત આવ્યા હતા. ગાંધીજીના અસ્થિઓ ગુજરાતમાં બે જગ્યાએ છે. ગાંધીનગરના રાજભવન અને અમરેલીના બાલભવન ખાતે હાલમાં પણ જોવા મળે છે. બાલભવન ખાતે 87 વર્ષના વડીલે જણાવ્યું કે ગાંધીજી અમરેલીમાં 2 વખત આવ્યા હતા.

ગાંધીજીની મુલાકાત દરમિયાન ગાંધીજીએ બે યુવાનોને ઈનામથી નવાજયા હતા. હાલ બાલભવન ખાતે ગેલેરીમાં રહેલા શરખાની બનાવનાર અબ્દુલભાઈ નજરઅલી મકાણીને ગાંધીજીએ ચાંદીનાં મેડલથી સન્માનીત કર્યા હતા. તેમ જ અમરેલીના તુફાન રફાઈ-ચીત્રકારને ગાંધીજીએ ત્રણ રૂપિયાનું ઈનામ આપ્યું હતું. એક શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીના કપડા ગંદા હોવાથી ગાંધીજીએ તેમને કપડા સ્વચ્છત રાખવાની સલાહ આપી તેમની માતાને બોલાવી ત્રણ રૂપિયાનું ઈનામ આપ્યું હતું.

બહારપરા વિસ્તારમાં ગાંધીજીએ દલિતોને પ્રવેશ અપાવ્યો

પોતાની અમરેલીની મુલાકાત દરમિયાન અમરેલીના બહારપરા વિસ્તારમાં આવેલા લક્ષમીનારાયણ મંદિરમાં ગાંધીજીએ 1936માં દલિતોને પ્રવેશ અપાવ્યો હતો. અને અસ્પૃશ્યતા નિવારણની દિશામાં કદમ માંડ્યા હતાં.

સ્વતંત્રતાની લડાઈમાં 18 વ્યક્તિઓ અમરેલીનાં હતા

જયારે ગાંધીજી સ્વતંત્રતાની લડાઈ લડી રહ્યા હતા ત્યારે અમરેલીના ડો.જીવરાજ મહેતાના બંને ભાઈ ઉપરાંત મોહનલાલ વીરજી પટેલ,જગજીવન નારાયણ મહેતા, ભગવાનજીભઈ લવજીભઈ મહેતા, જીવરાજ મહેતા અને દેવરાજીયા ગામનો દાફડા પરિવાર સાથે રહ્યો હતો…સૌજન્ય D.B


Share

Related posts

ભરૂચ : વાલિયાના કોંઢ પાસેથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ભરેલ કારને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે પશ્ચિમ વિસ્તારના લોકોએ હોબાળો માચાવ્યો હતો…વીજ બિલ માં ઉજાલા બલ્બ ખરીદી લીધા હોવા છતાં તેમજ કેટલાક લોકોએ બલ્બ જોયા નથી તેમ છતાં કેટલાક રૂપિયા ચાર્જ સ્વરૂપે ઉમેરાય ને આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો…..

ProudOfGujarat

અંકલેશ્વર : બાકરોલ ગામની સીમમાં દીપડો અને મોર મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!