Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના જી.આઇ.ડી.સી પ્રતીન વિસ્તારમાં આજરોજ વડોદરા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આંગળીયા પેઢી ઉપર રેડ પાડી હતી.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી આંગળીયા પેઢી પર આજરોજ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકસભાની ચૂંટણીલક્ષી પૈસાની હેરફેર થતી હોય તેવી શંકાના આધારે વડોદરા ડિપાર્ટમેન્ટ ઇન્કમટેક્ષ દ્વારા ઇન્દ્રપ્રથ શોપિંગ માં આવેલી પટેલ માધવલાલ મગનલાલ નિકુમાં આજરોજ આઇટીની રેડ પડી હતી.આ રેડ કલાકો સુધી ચાલી હતી.આંગડિયા પેઢી ગુજરાતભરમાં પોતાના આંગડિયાની પેઢીઓ ધરાવે છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ,નડિયાદ,વલસાડ,નવસારી,જામનગર મહેસાણા રાજ્ય સ્તરે તેમજ આંતર રાજ્ય સ્તરે આવેલી છે જેની તપાસ હાલમાં ચાલુ છે. અધિકારીઓએ આ રેડ માટે હાલમાં કંઈ પણ કહેવું યોગ્ય લાગ્યું ન હતું.હાલ પૂરતું કંઈ જાણવા મળ્યું નથી પરંતુ અંકલેશ્વરના આંગડિયા પેઢીના માલિકોમાં તરખાટ મચી જવા પામ્યો છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જાણો આવેદનપત્રમાં શું કહેવામાં આવ્યું.

ProudOfGujarat

કમિશન વધારાની માંગ સાથે સી.એન.જી પંપ ધારકોની હડતાળ, ભરૂચમાં પણ પંપ રહ્યા બંધ

ProudOfGujarat

કેવડીયાની આજુબાજુનાં ગામડામાં કોઇનાં ઘર નિગમ દ્વારા ખાલી કરાવાયા નથી માત્ર નિગમની માલિકીની ખુલ્લી જમીન પર ફેન્સીંગ કરાયુ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!