Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલ ત્રીજા દિવસે એ.આઇ.એ,પી.આઈ.એ અને જીપીસીબી દ્વારા દરમિયાનગીરી કરી ચુંટણી બાદ તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં કર્મીઓએ હડતાળ પાછી ખેંચી હતી.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર, ઝગડીયા અને પાનોલી જીઆઇડીસીના પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠાલવતી એનસીટી કંપનીના કોન્ટ્રક્ટના કર્મચારીઓ ગત શનિવારના રોજ હડતાલ પર ઉતર્યા હતા. જેના ત્રીજા દિવસના અંતે જીપીસીબીની વડી કચેરીના અધિકારીઓ, એ.આઈ.એ અને પી.આઈ.એના કમિટી સભ્યો તેમજ એનસીટી અને કર્મચારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી.જે બેઠકમાં વાટાઘાટો બાદ મેનેજમેન્ટે કામદારોના પ્રશ્નોનું ચૂંટણી બાદ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી જેના પગલે કામદારોએ ફરી તેમની કામગીરીની શરૂઆત કરી હતી. જો કે ચૂંટણી બાદ તેમની માંગણીઓ નહિ સંતોષાય તો કર્મચાઓએ ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement


Share

Related posts

ભાવનગર અલકા સિનેમા પાસે ગત રાત્રીના યુવાનની હત્યા કરનાર ત્રણ ઝડપાયા

ProudOfGujarat

લોકડાઉનની સ્થિતીમાં ગાંધીનગરમાં ૧૫૦ થી વધુ લોકોને યુવાનો દ્વારા ટીફીન સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

ProudOfGujarat

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની કામગીરી “ચાણક્યરૂપી “

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!