Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં બાઈક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો… 

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર શહેરમાં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ વાલિયા તાલુકાના એક આરોપીની શહેર પોલીસે અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસે થોડા દિવસો અગાઉ  બાઈક ચોરીમાં સરફુદ્દીન ગામના પ્રકાશ અરવિંદ વસાવાની અટકાયત કરી હતી.તેની પૂછપરછ દરમ્યાન વાલિયા તાલુકાના ફડકોઈ ગામનો કિશન માનસીંગ વસાવા પણ બાઈક ચોરીમાં  સંડોવાયેલો હોવાનું જણાવતા શહેર પોલીસે કિશન વસાવાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે શહેરના  ત્રણ રસ્તા સર્કલ પાસેથી ગત તારીખ 14 ફેબ્રુઆરીમાં સ્પ્લેન્ડરની ચોરી કરી હતી અને શહેરના એસ.ટી ડેપોના પાર્કિંગમાંથી 18 ફેબ્રુઆરીના રોજ સ્પ્લેન્ડરની ચોરી કરી હતી.શહેર પોલીસે  કિશન વસાવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વડોદરા : ફિયાન્સને મળવા ગયેલી યુવતીને નડ્યો અકસ્માત: ઘટના સ્થળે જ મોત નીપજયું

ProudOfGujarat

ખેતાન કંપનીના કામદારનુ મૌત …

ProudOfGujarat

નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં ભારે વરસાદના કારણે તળાવની પ્રોટેક્શન વોલ તેમજ વીજ ટ્રાન્સફોર્મર નમી પડ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!