દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચ એલ.સી.બી એ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના અમૃતપુરા ગામમાં અરવિંદભાઈ વસાવાને ત્યાં વેચાણ અર્થે વિદેશી દારૂ લાવ્યા હોય તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ અરવિંદભાઈ વસાવાના ઘરે રેડ કરી હતી.રેડ દરમિયાન અરવિંદભાઈ વસાવાના ત્યાંથી ૩૨ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.જેમાં અરવિંદભાઈ વસાવા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.જેમાં અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી અરવિંદભાઈ વસાવાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY