વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર શહેરમાં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ વાલિયા તાલુકાના એક આરોપીની શહેર પોલીસે અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસે થોડા દિવસો અગાઉ  બાઈક ચોરીમાં સરફુદ્દીન ગામના પ્રકાશ અરવિંદ વસાવાની અટકાયત કરી હતી.તેની પૂછપરછ દરમ્યાન વાલિયા તાલુકાના ફડકોઈ ગામનો કિશન માનસીંગ વસાવા પણ બાઈક ચોરીમાં  સંડોવાયેલો હોવાનું જણાવતા શહેર પોલીસે કિશન વસાવાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે શહેરના  ત્રણ રસ્તા સર્કલ પાસેથી ગત તારીખ 14 ફેબ્રુઆરીમાં સ્પ્લેન્ડરની ચોરી કરી હતી અને શહેરના એસ.ટી ડેપોના પાર્કિંગમાંથી 18 ફેબ્રુઆરીના રોજ સ્પ્લેન્ડરની ચોરી કરી હતી.શહેર પોલીસે  કિશન વસાવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY