Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં છેલ્લા ચાર વર્ષથી સાથે રહેતા પ્રેમીએ ઘર કંકાસમાં પ્રેમિકાની હત્યા કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે

Share

પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના હવા મહલ પાછળ ઝુપડપટ્ટીમાં રહેતો ઇમરાનખાન પઠાણ અને  ૨૦ વર્ષીય રેખા વસાવા છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં સાથે રહેતા હતા.આ દરમ્યાન તેઓ વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.ગત રાત્રીના આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઇમરાન પઠાણે તેની પ્રેમિકા રેખાને માથાના ભાગે લાકડાના સપાટા મારતા તેને ગંભીર ઈજા પહોચી હતી.ઈજાગ્રસ્ત રેખાને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.આ તરફ ઇમરાન પઠાણ ફરાર થઇ ગયો હતો.બનવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ નો ગુન્હો નોધી તપાસ શરુ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ઇમરાન પઠાણ આ અગાઉ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ પર હુમલો કરવાના ગુન્હામાં પણ ઝાપાઈ ચુક્યો છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા ખાતે શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પરના ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર ચૈતર વસાવા એ ઉમેદવારી ફોર્મ ભર્યું, કહ્યું લોકસભા ચૂંટણી અમે સારા માર્જિન થી જીતીશું

ProudOfGujarat

મોડાસાના કોલીખાડ નજીક કારનું ટાયર ફાટતા ચાર વાહનો ધડાધડ એક સાથે ટકરાયા, બે ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!