કોસમડી ખાતે સુજલામ-સુફલામ જળ અભિયાન લોંચ કરશે….

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપણી તા.૧લી મેના રોજ અંક્લેશ્વર ખાતેથી ગુજરાત સ્થાપનાં દિવસની શરુઆત કરશે.

વિજય રૂપાણી તા.૧લી મેનાં રોજ અંક્લેશ્વર ખાતે સવારે સાડા નવ કલાકે હેલિપેડ પર હેલિકોપ્ટર મારફતે આવશે.ત્યાથી તેઓ કોસમડી તળાવ ખાતે રવાના થશે.કોસમડી તળાવ ખાતે તેઓ સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમ લોંચ કરશે.અને જાહેરસભાને સંબોધિત કરી ત્યાર બાદ શુકલતીર્થજવા રવાના થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં આગમનને લઇ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. તેમજ કોસમડી ગામ સુધી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રોડ-રસ્તાનાં કામો ઉપરાંત રંગરોગાન તથા સજાવટની કામગીરી પણ યુધ્ધનાં ધોરણે ચાલી રહી છે.

બીજી તરફ  સી.એમ. આવવાનાં હોવાથી પોલિસ બેડામાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે.ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તનાં રિહર્સલ જિલ્લા પોલિસ વડાની દેખરેખ હેઠળ અત્યારથી ચાલી રહ્યા છે.ગુજરાત સ્થાપનાદિન હોવાથી લોકોમાં આમ પણ ઉત્સાહની લાગણી જોવા મળે છે ત્યારે મુખ્યમંત્રીનાં આગમનને લઇ ઉત્સાહ પણ વધી  ગયેલો  જોવા મળિ રહ્યો છે.

LEAVE A REPLY