Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાડા ત્રણ કરોડની લૂંટના ગુનામાં અંડરવર્લ્ડ ડોન નારાયણ પોલીસ હીરાસતમાં……..

Share

અંકલેશ્વરની લૂંટના ગુનામાં પોલીસે વધુ એક વ્યક્તિને સકંજામાં લીધો છે.સાડા ત્રણ કરોડની આ લૂંટમાં મેંગ્લોરના નારાયણ સાલયાનીએ મહત્વનો રોલ ભજવ્યો હતો.તેણે લિંગપ્પા સાથે ષડયંત્ર રચી આરોપીઓને મોકલ્યા હતા.રેન્જ આઈ.જી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓની પુછપરછ ચાલી રહી છે.અંડરવર્લ્ડ ડોન નારાયણને પકડવા ભરૂચ પોલીસે ગોવા પોલીસની મદદ લીધી હતી.અને ટ્રાન્ઝીસ્ટ રિમન્ડથી તેનો કબ્જો મેળવ્યો હતો.અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના પો.સ.ઇ જે.કે.ડાંગર અને ટીમે ગોવા જઇ તેનો કબ્જો લીધો છે.પોલીસે નારાયણના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.આ ગુનામાં અબ્દુલ હમિદ અને મહંમદ આસિફ હજુ વોન્ટેડ છે.તેમને પકડવાના પણ ચક્રો ગતિમાન કર્યા છે.ડોન નારાયણનો કબ્જો મળતા આ ગુનાની વધુ વિગતો પણ બહાર આવી શકે છે.

 

Advertisement

Share

Related posts

દમણમાં કોંગ્રેસ સભ્યપદ અભિયાનને આગળ ધપાવવા PRO વિજ્યાલક્ષ્મી એ વિસ્તારના સભ્યોની લીધી મુલાકાત.

ProudOfGujarat

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક રાજપૂત છાત્રાલયમાં આગ લાગતાં દોડધામ…

ProudOfGujarat

ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!