Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરની બેઈલ કંપનીનો ગુજરત સરકાર સાથે MOU

Share

બેઈલનાં સોલિડ વેસ્ટનો તમામ હકો પર હવે સીધું મોનિટરિગ થશે.

પર્યાવરણ સુરક્ષાની દ્રષ્ટિએ બેઈલનું મહત્વનું કદમ.

Advertisement

અંક્લેશ્વરની બેઈલ કંપનીએ પૃદુષણ ધટાડવાની દિશામાં એક મહત્વના પગલાં રૂપે ગુજરાત સરકાર સાથે MOU કરી નવી પ્રથા શરૂ કરી છે. ગુજરાતની તમામ ઔધ્યોગિક વસાહતોમાં સોલિડ વેસ્ટ નું વહન કરતાં હતા રોહકો ટેન્કર્સ રોજરોજ ફરતાં હોય છે જેમનું મોનેટરિગ કરવું દુષ્કર કામ હોય છે. આ દિશામાં પહેલ કરનાર ઈન્ડિયન કેમિકલ કાઉન્સીલ-ICC એ નાઈસર ગ્રુપ નામની કંપની સાથે મળીને એક વેબસાઈટ ડેવલપ કરી છે. આ વેબસાઈટ પર તમામ વસાહતો માંથી સોલિડ વોટર વેસ્ટ વહન કરતાં હક્સ અને ટેન્કર્સ નાં રજિસ્ટ્રેશનથી લઈ કોનટ્રાકટર્સ અને ટ્રાન્સ્પોટર્સની પણ લાઈવ વિગતો ઉપલબ્ધ રહેશે જેના લીધે કઈ કંપનીનું ટેન્કર કે હક હાલ કયાં છે અને કઈ સાઈટ પરથી વેસ્ટ લીધો છે એની લાઈવ માહિતી મળસે

અંક્લેશ્વરની ભરૂચ ઈન્ફાસ્ટ્રકચર લિમિટેડ BEAIL એવી સોલિડ વેસ્ટ સાઈડ છે કે જયાં સંપૃણ પણે વૈજ્ઞાનિક ઠબે અને ધારાધોરણો અનુસાર સોલિડ વેસ્ટ ડમ્પીંગ કરવામાં આવે છે વર્ષોથી બેઈલની સાઈડપર હજારો ટન સોલિડ વેસ્ટ ડમ્પ કરાયો છે અને અમકારિક રીતે પણ સોલીડ વેસ્ટ સાઈડ પર જ ગ્રીન બેલ્ટનું પણ નિર્માણ કરાયું છે પર્યાવરણની સુરક્ષાને સદેવ પ્રાધાન્ય આપતી બેઈલ કંપનીએ ગુજરાતમાં શરૂ થતી ટ્રક-ટેન્કા મોનિટરિગની સિસ્ટમમાં પણ અગ્રેસર રહીને GPCB,ICC સાથે આ અંગે MOU સાઈન કર્યાં છે વિશ્વપર્યાવરણ દિન- તા ૫ જુને જ બેઈલનાં ડાયરેક્ટર અસોક પંજવણીએ ગાંધીનગર મહાત્માં મંદીર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમ જ અન્ય મંત્રીઓની ઉપસ્થિતીમાં આ MOU સાઈન કર્યાં હતાં.

MOU અંગે બેઈલનાં CEO બી.ડી.દલવાડી એ જણાવ્યું હતુ કે બેઈલ હંમેશા પર્યાવરણની સુરક્ષાને પ્રાધાન્ય આપે છે અને એટલે જ આ દિશામાં અમે વધુ સંગીન પ્રયત્નો કરવા માટે GPCB-ICC  અને સરકાર સાથે આ MOU કર્યાં છે.

નોંધનીય છે કે નાયસર ગ્રુપનાં આ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન બાદ GPCB  પણ તમામ રજિસ્ટર્ડ ટેન્કર્સ-હક અંગે મિનિટ-ટુ-મિનિટ વોચ રાખી શક્શે મહારાષ્ટ્રમા આ સિસ્ટમ અમલી બની છે હાલ ગુજરાતમાં વટવાના વોટર વેસ્ટ અને અંક્લેશ્વરની બેઈલનાં હઝાર્ડ્સ વેસ્ટ હક્સ અંગે મોનિટરિંગ થસે અને બાદમાં વ્યાપક રીતે તમામ ઔધ્યોગિક વસાહતોને આમાં આવરી લેવાશે પર્યાવરણ સુરક્ષાની દ્રષ્ટીએ આ પગલું સાચે જ પ્રસંશનીય છે.


Share

Related posts

પંચમહાલ : જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

ProudOfGujarat

વડોદરા : એન.આર. સી બિલના વિરોધમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

વાલસાડ જીલ્લામાં ૧૭ જેટલા ગુનામાં વોન્ટેડ નામચીન બુટલેગર ઝડપાયો….જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!