Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર માંથી બે વિદેશી દારૂ ના કેસો કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ..

Share

 

પોલીસ મહાનિરીક્ષક અને ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા જુગાર અને દારૂ ની બદીને નિસ્તો નાબૂદ કરવા ડ્રાઈ વ રાખવામાં આવેલ જેમાં એલ.સી.બી પો.સબ.ઇન્સ.વાય.જી.ગઢવી એ પોતાની ટીમ સાથે અંકલેશ્વર તાલુકા ના કોંઢ અને છાપરા ગામે રેડ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો.એલ સી બી પોલીસે કોંઢ ગામેથી વડ ફળીયા માંથી વિજય ઉર્ફે સુનિલકુમાર હસમુખભાઈ વસાવા જે એક્ટિવા પર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા બિયર ની બોટલ નગ 72 ,રોકડ તથા એક્ટિવા મળી કુલ 38200 નો મુદ્દામાલ જપ્ત કરેલ અને છાપરા ગામે થી આરોપી હિતેશ ઉર્ફે મેકો દિલીપભાઈ વસાવા જે એક્ટિવા પર વિદેશી દારૂ ની હેરફેર કરતો હતો ત્યારે નાકાબંધી દરમ્યાન દારૂ અને એક્ટિવા છોડી નાસીજવા પામ્યો હતો. પોલીસે એક્ટિવા , મોબાઇલ તથા દારૂ બોટલ નગ 12 કબ્જે કરી કુલ 53000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.એલ સી બી પો.સબ ઇન્સ.વાય.જી.ગઢવી એ ગુનો નોંધી નાસી છુટેલ આરોપી વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

હાંસોટ ટાઉનમાં સર્કલ ત્રણ રસ્તા પાસે પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો.

ProudOfGujarat

જે. કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ લી.ને અંદાજિત રૂ.2,215 કરોડનો મળ્યો ઓર્ડર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!