Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરપબ્લિક સ્કુલમાં વિધ્યાર્થીઓને ડિક્શનરી વિતરણ કરાયું…

Share

અંક્લેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ અંક્લેશ્વર પબ્લિક સ્કુલ ખાતે ધો. ૫ થી ૧૦ ના વિધ્યાર્થીઓને ડિક્શનરી વિતરણ કરાયું હતું.

વ્યાજબી ફી લઈને ઉચ્ચકક્ષાનું અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી અંક્લેશ્વર પબ્લિક સ્કુલ માં દાતાઓ દ્વારા ધો. ૫ થી ૧૦ નાં વિધ્યાર્થીઓ માટે ડિક્શનરી ભેટ અપાઈ હતી. સામાન્ય રીતે ડિક્શનરીનો ઉપયોગ ધો. ૧૧-૧૨ કે કોલેજનાં વિધ્યાર્થીઓ કરતાં હોય છે પરંતુ ધો. ૫ થી ૧૦ નાં વિધ્યાર્થીઓ અત્યારથીજ પોતાનુ શબ્દભંડોળ સમૃધ્ધ બનાવે અને અભ્યાસમાં પણ ડિક્શનરીનો ઉપયોગ કરી વધુ તેજસ્વી બને એ હેતુથી ડિક્શનરીનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સામાજીક આગેવાન પરેશ મેવાડા, બામસેફનાં પૂર્વ પ્રમુખ બેચર રાઠોડ, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ગોધરા : શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં 7 દિવસીય વાર્ષિક NSS કેમ્પનો પ્રારંભ.

ProudOfGujarat

અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ દ્વારા મહિલા સશક્તિકરણ કેન્દ્રના શિક્ષકોનું સન્માન કરાયું

ProudOfGujarat

નર્મદામાં પ્રદુષણ અટકાવવા બાઇક દ્વારા જાગૃતિ બાઇક યાત્રાનું ઝઘડીયા તાલુકામાં સ્વાગત.કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!