દિનેશભાઇ અડવાણી

હાલ ભરૂચ તથા અંકલેશ્વર પંથકમાં સરેરાશ ૪૧ ડિગ્રી જેટલું તાપમાન નોંધાય રહ્યું છે.આવી કાળઝાળ ગરમીથી બચવા લોકો અનેક પ્રકારના ફળો,ઠંડાપીણા નો ઉપયોગ કરતા હોય છે ત્યારે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્રને સાર્થક કરતો એક પ્રસંગ અંકલેશ્વર ખાતે બન્યો હતો.આવી કાળઝાળ ગરમીથી રાહદારીઓને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી અંકલેશ્વરના અમુક જાગૃત યુવાનો દ્વારા મુસાફરો માટે અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તાર પાસે ઠંડા પાણીના કુલર મૂકવામાં આવ્યા છે.જેમાં તમામ અમીર-ગરીબ મુસાફરો ગરમીના માહોલમાં ઠંડું પાણી મળી રહે બસ તે જ હેતુથી અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા આ પાણીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY