Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ ખેતરોમાંથી ૧૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો

Share

આજ રોજ અંકલેશ્વર સીટી પોલીસ ને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરના ખેતરોમાંથી ૧૦,૩૯,૨૦૦ નો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડયો હતો.પોલીસને મળેલી બાતમી આધારે અંકલેશ્વર સીટી પો.સ્ટે પી.એસ.આઈ ને માહિતી મળી હતી કે હરીપુરા ગામનો કનુ વસાવા અને મનીષ વસાવા ખડકીયા કોલેજની પાછળ આવેલ બાવળની ઝાડીમાં ઈંગલીશ દારૂ અને બિયરનો જથ્થો કોઈ વાહનમાં લાવી બહારથી માણસો તથા વાહનો મંગાવી ઈંગ્લીશ દારૂ તથા બિયરની પેટીઓનુ કરી રહ્યો છે. તે બાતમીના આધારે પોલીસે રેડ કરતા પોલીસને સ્થળ ઉપરથી પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની ૭૫૦ મીલી કાચની બોટલ નંગ ૩૦૦ તથા ૧૮૦ મીલીની કાચના તથા પ્લાસ્ટીકના બોટલ નંગ ૭૩૪૪ તથા ૫૦૦ મીલી બીયરની ટીન નંગ ૧૮૪૮ ની કુલ કિંમત રૂ. ૧૦,૩૯,૨૦૦ નો મુદ્દામાલ પકડી પાડયો હતો. પોલીસે આ કામના આરોપી કનુ વસાવા તથા મનીષ વસાવા રહે. હરીપુરા નાઓને વોન્ટેડ બતાવી ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.

Advertisement

Share

Related posts

જીવનની દશા સુધારવા દશ દિવસ દશામાની પૂજા, હવે મા દશામાની જ દુર્દશા

ProudOfGujarat

કોરોનાની રસી અંગે ચાલતી તમામ અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે રસી અંગે ગાઈડલાઈન જાહેર કરી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તા. 6/7/2020 થી 11/7/2020 દરમિયાન ભારે વરસાદની આગાહી કરાતાં તંત્ર એલર્ટ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!