Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ઝગડિયા જીઆઇડીસીની NCT ની  પાઈપલાઈનના ચેમ્બરમાંથી વેહતા ઓદ્યોગિક એફ્લુએન્ટ વરસાદી કાશમાં વેહતા ગ્રામજનોમાં રોષ.

Share

આજ રોજ સવારે અંકલેશ્વર તાલુકાના કરાવેલ ગામના હદ વિસ્તાર પેપ્સી રોડના મુખ્ય રસ્તાની બાજુમાં ઝગડિયા જીઆઇડીસીના ઓદ્યોગિક એફ્લુંએન્ટ ને દરિયા સુધી વહન કરતી NCT ની  પાઈપલાઈનના ચેમ્બરના વાલ્વમાંથી ઓદ્યોગિક એફ્લુએન્ટ વરસાદી કાશમાં વેહતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને આ બાબતે જીપીસીબીને ફરિયાદ કરવા માટે અધિકારીઓનો ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી જોકે અધિકારીઓ દ્વારા ફોનના સ્વીકારાતા સ્થાનિકો દ્વારા સ્થાનિક પર્યાવરણ વાદીઓ ને ફોન કરી જાણ કરી હતી અને લેન્ડલાઇન પર ફરિયાદ નોંધવા માં આવી હતી અને મોડે થી NCT દ્વવારા સમારકામની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે ત્યાં સુધી હજારો લીટર એફ્લુએન્ટ વહી ગયું હતું જેનાથી આસપાસ ની જમીન પ્રદુષિત થઇ હતી અને ભૂગર્ભજળ પણ ખરાબ થયું છે.
 આ બાબતે કરારવેલ ગામના સામાજિક આગેવાન રસીદભાઈ ના જણાવ્યા મુજબ “ હું સવારે મારા કામ અર્થે આ રસ્તા પરથી થઇ રહ્યો હતો જ્યાં મુખ્ય રસ્તા ની બાજુ માં NCT ની પાઈપ લાઈન ના ચેમ્બર માંથી એફ્લુંએન્ટ વહી રહ્યું હતું અને આ ક્યારથી વેહ્તું હતું એ જાણી શકાયું ના હતું મેં આ બાબતે જીપીસીબી ને જાણ કરવા માટે શ્રી વ્યાસ સાહેબ અને શ્રી પરમાર સાહેબને વાંરવાર ફોન કર્યા હતા જોકે તેઓ દ્વારા મારા ફોનને સ્વીકારવામાં આવતા મેં સ્થાનિક NGO ને જાણ કરી હતી અને લેન્ડલાઇન પર ફરિયાદ નોધાવી હતી. આવા લીકેજ ના વાંરવાર બનતા બનાવો થી અમારી જમીનો અને ખાડીઓ પ્રદુષિત થાય છે અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.”
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે NCT ના શ્રી ઉમેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “પાઈપલાઈનમાં લોડ વધી જવાથી પ્રેસર ના કારણે આવું થયું છે અને અમારી ટીમ રિપેરિંગ કરી રહી છે બંધ થઇ જશે”.
પ્રકૃતિ સુરક્ષા મંડળના શ્રી સલીમ પટેલે જણાવ્યું હતું કે ઝગડિયા જીઆઇડીસીની પાઈપ લાઈનની કેપીસીટી વધારે છે અને તે મુજબ લોડ આવતું નથી પરંતુ વારંવારના લીકેજના બનાવોના કારણે અનેક વખત લાઈનો ચાલુ બંધ કરવાના કારણે વધુ નુકશાન થાય છે. અને લીકેજ ના કારણે આ ફેલાયેલ એફ્લુંએન્ટનો યોગ્ય નિકાલ થવો જોઈએ. ખાડીઓ કે ખાડાઓ માંથી નિકાલના થવાના કારણે ભૂગર્ભજળ પણ ખરાબ થાય છે. અમોએ આ બાબતની ફરિયાદ જીપીસીબી ગાંધીનગરને કરી છે.”

Advertisement

Share

Related posts

ગોધરાના સરદાર નગર ખંડ ખાતે આશ્રમ ભજનાવલીનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

अंतरराष्ट्रीय फॉरमेट में रिलीज हआ अमेज़ॉन प्राइम ओरिजनल का “ब्रीद”!

ProudOfGujarat

તસ્કરો બન્યા બેફામ – જંબુસરના મગણાદ ગામે તસ્કરો ચોરી કરી થયા ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!