Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : આમલાખાડીમાં પ્રદુષિત પાણી વહેતું થવાથી લોકોમાં રોષની લાગણી.

Share

ભરૂચ જીલ્લામાં ધમધમતી કંપનીઓ પર કોઇ જાતનું નિયંત્રણ હોય તેમ જણાતું નથી આડેધડ કંપનીઓ દ્વારા આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે. વાલિયા ચોકડી પાસે આવેલ અંકલેશ્વર GIDC નાં ફાઇનલ પમ્પિંગ સ્ટેશન પાછળથી પ્રદુષિત પાણી છોડાતા આજુબાજુનાં ગામોનાં ભૂગર્ભ જળસ્તર પર તેની અસર થઈ રહી છે. જેના પગલે ખેડૂતોની ખેતીની ઉપજ પણ ઘટી રહી છે. આમલાખાડીમાં પ્રદુષિત પાણી બેરોકટોક છોડાતા ખેડૂતો અને લોકોમાં રોષની લાગણી ફેલાય ગઈ છે. કેટલાક ઘરોમાં હજી પણ પ્રદુષિત પાણી આવી રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. આમલાખાડી નજીક વિવિધ સોસાયટીઓ દ્વારા જયારે પીવાનાં પાણી અંગે જયારે બોર કરવામાં આવે છે ત્યારે પ્રદુષિત અને રંગીન પાણી આવતું હોવાની ફરિયાદ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા હરસિદ્ધિ માતાનાં મંદિરે કોરોના મહામારીનાં કારણે નવરાત્રીનો મેળો અને ગરબા બંઘ રાખવામાં આવ્યા.

ProudOfGujarat

રેલ્વે ગોદીનો RCC રસ્તો બનાવવા માટેની કામગીરી શરૂ: વાહનોને ડાયવર્ટ કરાયા 

ProudOfGujarat

ભરૂચ : VNSGU યુનિવર્સિટીમાં પરીક્ષાનું પેપર લીક થવા મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!