Proud of Gujarat
bharuchCrime & scandalFashionFeaturedGujarat

અંકલેશ્વરના મોતાલી ગામના યુવકે 8 વર્ષથી લીવ ઇનમાં રહેતી 34 વર્ષીય મહિલાને સાઈનાઈડનું ઇન્જેક્શન આપી હત્યા કરી

Share

ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના મોતાલી ગામના યુવકે 8 વર્ષથી લીવ ઇનમાં રહેતી 34 વર્ષીય મહિલાને સાઈનાઈડનું ઇન્જેક્શન આપી હત્યા કરી હતી. મહિલા સારવાર હેઠળ ઓરેન્જ હોસ્પિટલમાં લઈ જઈ ત્યાં યુ્વકે ગ્લુકોઝના બોટલમાં સાઈનાઈડ આપી હત્યા કર્યાનું એક મહિના બાદ પીએમ રિપોર્ટ આવતાં ખૂલ્યું છે. પોલીસે હત્યા તેમજ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી મૃતકના પતિની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.છાતીમાં દુખાવો હોવાનું કહી હોસ્પિટલ લઈ ગયો.મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામે આવેલી ગણેશ રેસિડેન્સીમાં રહેતો જીગ્નેશ પટેલ કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. તે સારંગપુરની 34 વર્ષીય ઉર્મિલાબેન વસાવા સાથે 8 વર્ષથી લિવ-ઈનમાં રહેતો હતો. દરમિયાન ગત 8 મી જુલાઈના રોજ જીગ્નેશ પટેલે મહિલાના ભાઇ વિજય વસાવાને ફોન કરી જણાવ્યું હતું કે, તમારી બહેનને છાતીમાં દુઃખાવો ઉપડ્યો છે.
જેને લઈને દવાખાને જવા રીક્ષામાં આવું છું તેમ જણાવી રીક્ષા લઈને સાળાને ત્યાં આવતા તેઓ ઈકો કાર લઈને મહાવીર ટર્નિંગ પર આવી બાદમાં ઓરેન્જ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તેમને દાખલ કર્યા હતા. જોકે તબીબોએ કરેલા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. દરમિયાન અચાનક પુનઃ ઉર્મિલાબેનની તબિયત લથડી હતી. જે બાદ તેમનું મોત થયું હતું.મહિલાનું અચાનક મોત થતાં તબીબને શંકા ગઈ હતી.મોતની ખબર સાંભળી હોસ્પિટલ આવેલ મૃતક મહિલાના ભાઈ વિજય તેમજ કાકાએ હોસ્પિટલના તબીબ ડૉ.પ્રતીક પટેલને પુછયું હતું કે બધું નોર્મલ હોવા છતાં મોત કેમ થયું? આ અંગે જીગ્નેશ પટેલની હોસ્પિટલના તબીબે પૂછપરછ કરતા તેને સાઇનાઈડ ઈન્જેક્શન વડે બોટલમાં નાંખતો હોવાની કબૂલાત કરી હતી. જીગ્નેશ પટેલે પી.એમ. કરાવવાની ના પાડતા મહિલાના ભાઈ વિજય વસાવાને શંકા વધુ મજબૂત થતાં તેણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે મૃતકનું પેનલ પી.એમ. કરાવ્યું હતું. હોસ્પિટલમાંથી બોટલ અને મૃતક ઉર્મિલાબેનના વિશેરા લઈ તબીબી પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. જેનો પીએમ રિપોર્ટ આવતા ઉર્મિલાબેનનું મોત સાઇનાઇડથી થયું હોવાનું બહાર આવતા શહેર પોલીસે મૃતક ઉર્મિલાબેનના ભાઈ વિજય વસાવાની ફરિયાદના આધારે જીગ્નેશ પટેલ વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે જીગ્નેશની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.પ્રાથમિક તબક્કે સાઇનાઇડનો ઉપયોગ થયો હોવાની શંકા છે. જોકે, હાલમાં એફએસએલના ફાઇનલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. જેેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

Advertisement

Share

Related posts

રાજપીપળા વડ ફળિયા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી દુષિત પાણી આવતાં રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને કરી રજુઆત

ProudOfGujarat

૧૫ મી જુલાઇથી શરૂ થતી રીપીટર/ખાનગી/ પૃથ્થક ઉમેદવારોની ધો.-૧૦ અને ધો.-૧૨ ની બોર્ડની પરીક્ષાઓના સમયગાળા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા હુકમ.

ProudOfGujarat

કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિતનું નિધન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!