Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં વાલિયા ખાતે સામાજીક ક્રાંતિ અભિયાનની ઉજવણી : વાલિયા તાલુકા કોંગ્રેસે ધરણાં પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો.

Share

રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત છેલ્લા દિવસે સામાજિક ક્રાંતિ અભિયાનની ઉજવણી યોજવામાં આવી હતી. જેમાં આજરોજ વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારના પાંચ વર્ષના સરકારી તિજોરીના ખર્ચે ઉજવણીના ભાગરૂપે સામે સામાજીક ક્રાંતિ અભિયાન કાર્યક્રમ દરમિયાન હાઇવે ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે વાલીયા ખાતે ઝઘડીયા ચાર રસ્તા નજીક બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી વિશ્વ આદિવાસી દિવસે તમામ મોરચે નિષ્ફળ રહેલી રૂપાણી સરકારને પોતાનો આયનો બતાવનું બીડું ઝડપ્યું હતું એક કલાક સુધી કોંગ્રેસના કર્યાકરોએ રસ્તો ચક્કાજામ કરી દેતા બે કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી હતી. સ્થળ ઉપર હાજર પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, અરવિંદ દોરાવાલા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ હિતેન્દ્રસિંહ ખેર, વિજયસિંહ વસાવા, ફતેહસિંહ વસાવા, મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

કપડવંજમાં સસરાની હત્યાના ગુનામાં જમાઇને આજીવન કેદ

ProudOfGujarat

ભડકોદ્રા રોડ પરથી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઈ

ProudOfGujarat

વાંકલ: બાલદા પ્રાથમિક શાળામા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની સંકલન મિટિંગ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!