Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નામચીન બુટલેગરનો દારૂનો જથ્થો ઝડપાયો : ડમ્ફર ચાલક તથા બુટલેગર ફરાર.

Share

અંકલેશ્વર પંથકમાં દિવસે અને દિવસે દારૂના વેપલાના ગુનાઓ ઘણા સામે આવી રહ્યા છે, બુટલેગરો બેફામ બન્યા છે. ભારતીય બનાવટનાં વિદેશી દારૂના જ્થ્થાની હેરફેર ઘણી વધવા પામી છે.

આજરોજ તા-૨૯/૦૯/૨૦૨૧ ના રોજ ભરૂચ એલ.સી.બી. ની અલગ-અલગ ટીમો અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અંક્લેશ્વર તાલુકાના ભરણ ગામના કુખ્યાત બુટલેગર મુકેશભાઇ અર્જુનભાઈ વસાવા એક ડમ્ફરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો વેચાણ કરવા માટે લાવેલ હતો.

Advertisement

જે મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે ભરણ ગામે રેડ કરતા મળેલ બાતમી હકીકત મુજબનું ડમ્ફર મળી આવતા તેમા તપાસ કરતા ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ -૬૯૧૨ જેની કુલ કી.રૂ.૦૭,૭૭,૬૦૦/- અને ડમ્ફર નંબર GJ-06-YY-7366 મળી કુલ કિં.રૂ. ૧૪,૭૭,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દારૂનો જથ્થો તથા ડમ્ફર કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી સ્થળ ઉપર હાજર નહીં મળી આવેલ ડમ્ફર ચાલક તથા બુટલેગર મુકેશ અર્જુનભાઈ વસાવાને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી .


Share

Related posts

નેત્રંગમાં આયુર્વેદિક દવાખાનાની જગ્યાએ એસ.ટી બસસ્ટેન્ડનાં નિર્માણની માંગ કરાઇ.

ProudOfGujarat

વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની તરફેણમાં 125 ગામોના સરપંચો અને ડેપ્યુટી સરપંચોનું પ્રચંડ સમર્થન.

ProudOfGujarat

ફેસબૂકના ગ્રુપમાં યુઝર્સની કોમેન્ટથી સમસ્ત માતાજીના ભક્તોની લાગણી દુભાઈ, જિલ્લામાં લાખ્ખોની સંખ્યામાં આસ્થાનું પ્રતીક માં મોગલ માતાજી વિરૃધ્ધ કોમેન્ટ થતા સિહોર ખાતે અસંખ્ય ભક્તો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!