Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર શોપિંગમાં લિફટ તુટતા બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત…

Share

અંકલેશ્વર પંથકમાં આજરોજ સવારના સમયે એક હોનારત સર્જાય હતી. અંકલેશ્વર પંથકમાં આવેલ મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર નામક શોપિંગ સેન્ટરમાં એકાએક લિફ્ટ તૂટતાં 2 થી 3 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અંકલેશ્વર પંથકમાં આવેલ મહાકાય શોપિંગ સેન્ટરમાં એકાએક લિફ્ટ નીચે ઢળી આવી હતી. મહાવીર ટર્નિંગ નજીક ટ્રેડ સેન્ટર નામના શોપિંગ પાંચ માળનું છે જેમાં લિફ્ટની સુવિધાઓ આવશ્યક છે. થોડાક વર્ષો પહેલા જ ટ્રેડ સેન્ટર નામક શોપિંગ સેન્ટરનું બાંધકામ થયુ હતું. અગાઉ આ પ્રકારની કોઈપણ જાનહાનીને નુકશાન પહોચે તેવી ઘટના સર્જાઈ ન હતી.. શું લીફ્ટના મેન્ટેન્સની કામગીરી હાથ ધરવામાં નહોતી આવતી ? એકાએક લીફટ તૂટી જતાં વિસ્તારમાં અફરતફરી મચી જવા પામી હતી. લિફ્ટ તૂટવાથી 2 થી 3 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકનાં ખાનગી હોસ્પિટલ ટીશા ઓર્થોપેડિક ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સુરત મહાનગરપાલિકાના કોરોના સંક્રમિત 1250 કર્મચારીઓમાં પૈકી 1201 સ્વસ્થ થઈ સેવામાં જોડાયા

ProudOfGujarat

અંકલેશ્વર : તાડ ફળિયામાં જુગાર રમતા 6 જુગારીઓની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી : અન્ય બે ફરાર.

ProudOfGujarat

અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ ની ઉજવણીનો કરાયો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!