Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી માં ઉદ્યોગપતિના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બે શખ્સો ફરાર.

Share

અંકલેશ્વર જીઆઇડીસી માં રાત્રીના અરસામાં વોકિંગ માટે નીકળેલા ઉદ્યોગ અગ્રણીના હાથમાંથી બાઈક ઉપર આવેલ બે શખ્સો આઈફોન મોબાઈલ ઝૂંટવી ફરાર થઇ જતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી માં આર.પી. ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક ઈશ્વરભાઈ માળી ગતરોજ રાત્રી દરમ્યાન વોકિંગ માટે નીકળ્યા હતા. અંકલેશ્વર જીઆઇડીસીની નિયમ ચોકડી, ગાર્ડન સીટી જવાના માર્ગ ઉપર બાઈક ઉપર આવેલ બે ઈસમો તેઓના હાથમાંથી 1 લાખ ઉપરાંતના આઈફોન મોબાઈલ ઝૂંટવી ફરાર ગયા હતા. આ અંગે ઈશ્વરભાઈ માળીએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો માટે નવો સૂર્યોદય: ૧૦,૭૩૫ થી વધુ ખેડૂતોને તાલીમ આપી સજ્જ કરાયા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રૂંઢ ગામે આઠ ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત ના પારસીવાડ પાસેથી ઈંગ્લીશ દારૂ ઝડપાયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!