Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રૂંઢ ગામે આઠ ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રૂંઢ ગામે પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં ૮ ગામોને આવરી લેતો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ૮૦૦ જેટલી અરજીઓનો સ્થળ પર નિકાલ કરીને લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત આયુર્વેદીક વિભાગમાં ૬૫,વનવિભાગ ૨,આરોગ્ય વિભાગ ૫૨,પશુપાલન તેમજ રસીકરણ વિભાગ ૬૦૪,મા કાર્ડ વિભાગ ૧૧,રેશનકાર્ડને લગતા કામો ૨૬, આધારકાર્ડને લગતી ૪૦ અરજીઓને લગતી કામગીરી કરવામાં આવી હતી.પ્રાપ્‍ત વિગતો મુજબ સેવાસેતુ કાર્યક્રમમાં રૂંઢ,તરસાલી,તોથીદરા,ભાલોદ,પ્રાંકડ,જરસાડ,વણાકપોર,ઓરપટાર કુલ મળીને આઠ ગામોના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમનો લાભ લીધો હતો. યોજાયેલ સેવાસેતુમાં આયુર્વેદીક,વનવિભાગ, આરોગ્ય,પશુપાલન,રસીકરણ મા કાર્ડ,રેશન કાર્ડ,આધારકાર્ડ,વૃદ્ધ -વિધવા સહાય,તબીબી સારવાર,હેઠળ આવતા વિવિધ કામોને લગતી અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.આયોજિત કાર્યક્રમમાં ઝઘડીયા મામલતદાર જે.એ.રાજવંશી,ટી.ડી.ઓ.વિજયભાઇ ,ગામોના અગ્રણીઓ તલાટીઓ,વિતરણ અધિકારી રવિન્દ્ર પટેલ,ઝઘડીયા સહિતના અધિકારીઓ કર્મચારીઓએ ઉપસ્થિત રહીને લાભાર્થીઓના કામોને લગતી કામગીરીમાં માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટનાં બનાવમાં બે આરોપીની અટક કરવામાં આવી.

ProudOfGujarat

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં નિગ્રો લૂંટારુના ગોળીબારમાં જંબુસરના યુવાનની હત્યા

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વિસ્તારને સંપૂર્ણપણે સૅનેટાઇઝ કરવા સ્વાદયાય પરિવારનાં શાસ્ત્રી પાંડુરંગ આઠવલે અને દીદી દ્વારા રાજપીપળા નગરપાલિકાને ખાસ ફોંગીગ મશીન આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!