Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં રીક્ષાના ટાયરોની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા.

Share

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે જોગિયા કોમ્પ્લેક્ષમાં એક ગેરેજમાં રીપેરીંગ માટે આવેલ બે રીક્ષાના 9 જેટલા ટાયરોની થયેલ ચોરીમાં શહેર પોલીસે બે શખ્સોની અટકાયત કરી ટાયરો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી એસટી ડેપો સામે આવેલ રોશન પાર્ક સોસાયટીમાં રહેતા સલીમ મુસ્તુફા અલી મુલ્લા નજીકમાં આવેલ વાલિયા ચોકડી પાસે જોગિયા કોમ્પ્લેક્ષમાં એક દુકાનમાં રીક્ષાનું ગેરેજ ચલાવે છે તેઓના ગેરેજમાં રીપેરીંગ માટે આવેલ બે રીક્ષા મૂકી હતી જેમાં એક રીક્ષામાંથી ચાર ટાયરો અને અન્ય એક રીક્ષાના પાંચ ટાયરો મળી નવ ટાયરોની ચોરી થઇ હતી. જે અંગે તેઓએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે 9 હજારની કિંમતના 9 ટાયરોની ચોરીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા મળેલી માહિતીના આધારે જીઆઇડીસી પોલીસે ભડકોદ્રા ગામના સંગ્રામસિંહ ભારતસિંહ ચૌહાણ અને અંકલેશ્વરના તલાવડી ફળિયામાં રહેતા કિરણ ઉદેસીંગ વસાવાને ઝડપી પાડયા હતા અને શહેર પોલીસ મથકે જાણ કરતા શહેર પોલીસે ચોરીના ટાયરો સાથે બન્નેનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ માં મેઘરાજાની તોફાની બેટીંગ-વાતવરણ માં ઠંડક પ્રસરી-વીજળી ના કડાકા થી વાદળો ગુંજી ઉઠ્યા…….

ProudOfGujarat

રાજપીપળામાં લોકડાઉન વચ્ચે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

નેત્રંગ : ખરાઠા ગામે પત્ની સાથેના આડા સબંધ રાખનાર પ્રેમીની હત્યા કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!