Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને. હા. પર એ.ટી.એમ. ચોરીના “ મેવાતી ગેંગ ” ના એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ. સી. બી.

Share

અંક્લેશ્વર નેશનલ હાઇવે પર નવજીવન હોટલ નજીક થયેલ ATM ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી “ મેવાતી ગેંગ ” ના સક્રીય સાગરીતને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.

જે અંગે વિગતે જોતા ભરૂચ એલ.સી.બી.દ્વારા ગત તા.૧૫/૧૧/૨૦૨૧ ના રોજ મોડી રાત્રે નેશનલ હાઈવે -૪૮ ઉપર અંકલેશ્વર નજીક નવજીવન હોટલ પાસે આવેલ એ.ટી.એમ.સેન્ટરમાં અજાણ્યા ઇસમો પીકઅપ વાહન લઇ આવી ATM મશીનની ચોરી કરી લઇ ગયેલ. જે અનુસંધાને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ATM ચોરી અંગે સલંગ્ન કલમો મુજબનો ગુનો નોંધાયેલ. હીટાચી કંપનીના ATM મશીનની ચોરી કરનાર ગેંગને વહેલી તકે ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચની ટીમને હ્યુમનઈન્ટેલીજન્સ આધારે ચોક્ક્સ બાતમી મળેલ કે અંકલેશ્વર ATM મશીન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી એક આરોપી “ ભરૂચથી દહેજ જતા રોડ ઉપર કેશરોલ ગામ નજીક આવેલ રાજસ્થાની ઢાબા ખાતે છે ” જેને ઝડપી ઊંડી તપાસ કરતા ઉપરોક્ત અંકલેશ્વર ATM મશીન ચોરી તથા જોલવા (દહેજ) ખાતેથી પીકઅપ ફોરવ્હીલ ચોરી તેમજ ઓલપાડ નજીક ATM મશીન ચોરી કરવાના પ્રયત્નના ગુનાની કબુલાત કરતા આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. આ આરોપી પાસેથી ATM તોડી ચોરેલ રૂપીયા પૈકીના રોકડ રૂા.૯,૦૦૦/- તથા અંગ ઝડતીના રોકડા રૂા.૯,૫૦૦/- મળી કુલ રોકડ રૂપીયા ૧૮,૫૦૦/- મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૩,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ ૨૧,૫૦૦ જપ્ત કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી 1) સલીમ હનીફ શેરખાન મેવાતી હાલ રહેવાસી કેશરોલ ગામ નજીક ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ઇન્ડીયન પેટ્રોલપંપની બાજુમાં આવેલ રાજસ્થાની ઢાબા હોટલ ખાતે તા.જી.ભરૂચ મુળ રહેવાસી હરીયાણા

Advertisement

વોન્ટેડ આરોપી : ઇર્ષાદ તથા બીજા અન્ય આરોપીઓ નામ સરનામા મળેલ નથી જેઓને શોધી કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ:સ્ટેશન રોડ પર આવેલ શેઠના પ્લાઝા શોપિંગમા આગ લાગી…

ProudOfGujarat

1983 ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના હીરો યશપાલ શર્માનું થયું નિધન.

ProudOfGujarat

માંગરોલ : મોસાલી પ્રાથમિક શાળામાં બાળાઓને ગૌરી વ્રતની પૂર્ણાહુતિ શુભેચ્છા પાઠવવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!